સુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઇને સુરતમાં (surat) સતત દર્દી સંખ્યા વધી રહી છે. ત્યારે આજે સુરત શહેરમાં આજે વધુ 35 કેસ સાથે કુલ દર્દી સંખ્યા 1372 આંકડો પહોંચ્યો છે. જયારે આજે શહેર વિસ્તારમાં વધુ એક મોત થતા મરણ આંક 62 પહોંચ્યો છે. જ્યારે આવતી કાલ 25 મે સોમવારે ઈદની ઉજવણી પહેલા આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓનો વધારો થતાં શહેરમાં ચિતા ફેલાઈ છે.
સુરતમાં કોરોના વાયરસને લઇને રોજેરોજ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. આજે સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીમાં 35નો વધારો થયો છે. જોકે શહેર વિસ્તારમાં 34 જયારે ગ્રામિણ વિસ્તારમાં વધુ એક કેસ પોઝિટિવ આવ્યો છે. જોકે અત્યાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી વાત કરીએ તો 1279 જ્યારે જિલ્લા 93 દર્દી સાથે દર્દી સંખ્યા 1372 પર પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ-સાવધાન! રાજ્યમાં મંજૂરી સિવાય ફરતી ખાનગી બસો ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરાશે
આજે સુરત ખાતે રહેતા અને તારીખ 23 કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ (civil hospital) ખાતે દાખલ થયેલ ગોપીપુરા મોઠેશ્વરી પોરમાં રહેતા 52 વર્ષીય કૈશલ્યા રાણા નું આજે સારવાર દરમિયાન મોટ થયું છે. આ સાથે મારણ આંક 62 ઉપર પહોંચ્યો છે. જેમાં શહેર વિસ્તરમાં કોરોના લઇને મરણ આંક 60અને ગ્રામીણ વિસ્તારમાં અત્યાર સુધી કોરોના લઇને બે લોકોના મોત થયા છે.
આ પણ વાંચોઃ-કાલે 25 મેથી દિલ્હીથી થશે 380 ફ્લાઈટનું સંચાલન, IGI એરપોર્ટ ઉપર રહેશે આવી ખાસ વ્યવસ્થા
જોકે આજે આજે કોરોનાને માટે આપીને સુરતના 39 દર્દી રજા આપવામાં આવી છે. આજે ટોટલ 39દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પહોંચ્યા છે. ત્યારે અતિયાર સુધીમાં શહેરમાં 941 લોકો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમાં જિલ્લા 50 દર્દી સામેલ છે જોકે આજે પણ સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી કતારગામ ઝોનમાં નોંધાયા છે.
આ પણ વાંચોઃ-તક્ષશીલા અગ્નીકાંડને એક વર્ષ પૂર્ણ: ફાયર વિભાગને એક વર્ષમાં આવા આધુનિક સાધનો સાથે સજ્જ કરાયું
આમ સુરત ના ઝોનમાં સેન્ટર ઝોનમાં 4 વરાછા એ ઝોનમાં 6 રાંદેર ઝોનમાં 2 કતારગામ ઝોનમાં 8 લીબાયત ઝોનમાં 7 ઉધના ઝોનમા 7 દર્દી રિપોર્ટ પોઝિટિવ આવિયા છે. જોકે આજે દર્દી કોરોના પોઝિટિવની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ દર્દી કતારગામ ઝોનમાં નોંધાયા છે.
કારણકે આ વિઅતાર રેડ ઝૉનમાં નહિ આવતો હોવાને લઇને અહીંયા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે જોકે બીજી બાજુ આજે પણ લીબાયત ઝોનમાં 7 નવા દર્દી નોંધાયા છે. ત્યારે આવતી કાલે મુસ્લિમોનો પ્રવિત્ર તહેવાર ઈદ હોવાને લઇને લઇને તંત્રની ચિંતા વધી છે. કારણકે આ વિસ્તાર માં સૌથી વધુ મુસલિ લોકો રહે છે અને તેમાં પણ આવતી કાલે ઇદા હોવાને લઈને લોકો મોટા પ્રમાણ માં બહાર નીકળે તેવી શક્યતાને લઈને તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે.