સુરતઃ પૂર્વ પત્નીએ ડુપ્લિકેટ ચાવીથી પતિના ઘરમાં ઘુસી ખાવામાં ભેળવ્યું ઝેર

News18 Gujarati
Updated: November 20, 2018, 8:54 AM IST
સુરતઃ પૂર્વ પત્નીએ ડુપ્લિકેટ ચાવીથી પતિના ઘરમાં ઘુસી ખાવામાં ભેળવ્યું ઝેર
આરોપી પૂર્વ પત્ની

પૂર્વ વહુએ સાસરીયાઓને એક સાથે મારી નાખવા માટે વિચિત્ર કાવતરૂ રચ્યું છે.

  • Share this:
માણસ બદલાની ભાવનામાં કેટલી હદ સુધી જઈ શકે છે, તેનું વિચિત્ર ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. પૂર્વ પત્ની દ્વારા પૂર્વ પતિ અને તેના પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા માટે ચોરી છૂપીથી ઘરમાં ઘુસી ખાવામાં ઝેર ભેળવી દેવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડભોલી ગામમાં આવેલા શુકન એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની પૂર્વ વહુએ સાસરીયાઓને એક સાથે મારી નાખવા માટે વિચિત્ર કાવતરૂ રચ્યું છે. પૂર્વ પત્નીએ ચોરી છૂપીથી ડુપ્લીકેટ ચાવીની મદદથી પૂર્વ પતિના ઘરમાં ઘુસી ખાવાની વસ્તુઓમાં ઝેર ભેળવી દીધુ. જોકે, આ મામલે પૂર્વ પતિના પરિવારની સાવચેતીથી મોટી આફત ટળી ગઈ છે.

ફરિયાદના આધારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડભોલીના શુકન એપાર્ટમાં રહેતા એક પરિવારના દીકરાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા, જેના કોઈ કારણોસર દોઢ મહિના પહેલા જ છૂટાછેડા થઈ ગયા છે. આ પરિવાર કોઈ કામ માટે વતન ગયો હતો, તે સમયે છૂટાછેડા લઈ લીધેલી પૂર્વ પત્નીએ પોતાની પાસે રહેલી એકસ્ટ્રા ચાવી વડે ઘરમાં ઘુસી ખાવાની વસ્તુ જેમ કે, લોટ, અથાણું અને ખાંડમાં ઝેરી પદાર્થ ભેળવી દઈ પૂરી ફેમિલીને મારી નાખવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

પરંતુ, પરિવાર જ્યારે પોતાના ઘરે પાછો ફર્યો તો ઘરમાં દુર્ગંધ મારતા સાવચેતીના પગલે આખી ઘટના પરથી પરદો ઉઠ્યો છે. જે વસ્તુમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું તે તમામ વસ્તુમાંથી એક જ પ્રકારની દુર્ગંધ મારતા તેમણે તે વસ્તુનો નિકાલ કરવાની તજવીજ હાથ ધરી, તે સમયે આડોશ-પાડોશમાંથી તેમને માલુમ થયું કે, પૂર્વ પત્ની એપાર્ટમેન્ટમાં આવી હતી. તો તેમને શંકા થઈ કે કઈંક ગડબડ છે આખરે પરિવારે પૂર્વ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ચોક બજાર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે હાલમાં જે વસ્તુમાં ઝેર ભેળવવામાં આવ્યું છે, તેના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી છે.
First published: November 19, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading