સુરત : પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા સાથે ઠગાઈ, OTP વગર ખાતામાંથી પૈસા ઉપડી ગયા!


Updated: December 27, 2019, 7:53 AM IST
સુરત : પૂર્વ પોલીસ કમિશનર સતીષ શર્મા સાથે ઠગાઈ, OTP વગર ખાતામાંથી પૈસા ઉપડી ગયા!
સૂરતના નિવૃત પોલીસ કમિશનર સતિશ શર્માની ફાઇલ તસવીર

પૂર્વ IPS અધિકારી સાથે ઇન્ટરનેટ બૅન્કિંગમાં છેત્તરપિંડી, ગાંધીનગર SBIના ખાતામાંથી પૈસા ઉપડી ગયા. પૂર્વ CPએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

  • Share this:
સુરત : સુરતમાં દરોજ નેટબૅન્કિંગ દ્વારા લોકો સાથે રોજ ઠગાઈ ની ઘટના સામે આવે છે પણ આજે સામે આવેલી ઘટનામાં ભોગ બનનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા છે. જેમના ખાતામાંથી રૂ. 4899 ઊપડી જતાં મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો છે, ઠગાઈ થતાં ખુદ નિવૃત પોલીસ કમિશનરે ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરત શહેરમાં દરરોજ ઠગાઈની ઘટના સામે આવે છે અને સામાન્ય વ્યક્તિ નેટ બૅન્કિંગ દ્વારા ઠગાઈનો ભોગ બને છે ત્યારે પોલીસ તેમની ફરિયાદ નથી લેતી ઉલટી શિખામણ આપતી હોય છે ત્યારે આજે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે નેટ બૅન્કિંગની ઠગાઈ નથી થઈ પરંતુ સુરતના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે ઠગાઈ થઈ છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ વધારે ઠંડી માટે તૈયાર રહો, કોલ્ડવેવની આગાહી

બનાવની વિગત એવી છે કે શહેરના પીપલોદ વિસ્તારની ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા રિટાયર પોલીસ કમિશનર સતીશ શર્માનું ગાંધીનગરની SBI બૅન્કમાં એકાઉન્ટ છે. 26મી તારીખે સવારે 7.45 વાગ્યે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં એસબીઆઇ ડે.કાર્ડ એક્સ 412 યુઝ્ડ ફોર 4899 લખ્યું હતું. નિવૃત્ત સીપીએ આવું કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું ન હોવા છતાં ખાતામાંથી રૂ. 4899 રૂપિયા ઊપડી ગયા હતા.

આ પણ વાંચો : એજન્ટોથી સાવધાન : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ટિકિટની ઝેરોક્ષ કરીને પ્રવાસીઓ સાથે છેતરપિંડી

સાયબર ક્રાઇમમાં 120 ગુના પણ મોટાભાગના વણઉકેલ્યા
કોઈ અજાણ્યા શખ્સે રિટાયર્ડ પોલીસ કમિશનરનો ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂ. 4899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ચાર મહિના પહેલાં પોલીસ કમિશનર સતીશ શર્મા સુરત ખાતેથી રિટાયર્ડ થઈને સુરતમાં જ સ્થાયી થયા છે. જોકે તેમણે તાત્કાલિક આ મામલે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમની ટિમ આરોપીને શોધવા લાગી ગઈ છે. સાયબર ક્રાઇમ ઉપરાંત શહેરનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં રૂપિયા ઊપડી જવા બાબતે 2019ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અંદાજીત 120થી વધુ ગુનાઓ નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના ગુનાઓ હજુ સુધી ઉકેલાયા નથી
First published: December 27, 2019, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading