Home /News /south-gujarat /

સુરત : વિવાદમાં આવેલા પૂર્વ IT અધિકારી PVS શર્માએ કર્યો આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ

સુરત : વિવાદમાં આવેલા પૂર્વ IT અધિકારી PVS શર્માએ કર્યો આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ

પીવીએસ શર્માની ફાઇલ તસવીર

ભારતીય જનતા પાર્ટીની ગત બોડીમાં શહેર ઉપ પ્રમુખના હોદ્દા પર રહેલા શર્માને ત્યાં ઇનકમટેક્સ વિભાગના મોટો દરોડા પડ્યા હતા.

રત : સુરત શહેરમાં રહેતા નિવૃત ઇનકટેક્સ અધિકારી અને રાજકીય અગ્રણી પીવીએસ શર્મા (PVS Sharma)એ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે (Suicide Attempt by PVS Sharma). ગઈકાલે તેમની સામે પોલીસ કેસ થયો હતો અને ત્યારબાદ તેમણે આ પગલું ભરતા સુરતના રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે. પીવીએસ શર્માએ બેસતા વર્ષની પૂર્વ સંધ્યાએ જ ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરતાં શહેર ભાજપમાં સોંપો પડી ગયો છે. નવસારી બાજુ આ ઘટના બનતાં પીવીએસ શર્માનો ડ્રાઈવર તેઓને મારતી ગાડીએ સુરત લઈ આવ્યો હતો.

ગઈકાલે સાંજથી  સાંજથી શર્મા મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેમની હાલત નાજૂક હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટનાના પગલે શહેર ભાજપના નવા નિયુક્ત પ્રમુખ, માજી પ્રમુખ સહિત સંગઠનના તમામ આગેવાનો અને હોદ્દેદારો મહાવીર હોસ્પિટલ પર ધસી ગયા હતા.

આ પણ વાંચો : સુરત : મહિલાને પાડોશીની અદેખાઈ ભારે પડી, સામાન્ય ઝઘડો બન્યો 'હત્યાનો પ્રયાસ'

પીવીએસ શર્મા ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને હાલ શહેર ભાજપના ઉપપ્રમુખનો પદભાર સંભાળતા હતા. ઉલ્લેખનીય છે કે, PVS શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા ITએ રેડ પાડી હતી. ત્યારબાદ ગઈકાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેઓ સામે એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમના મેનેજરની કલાકો પૂછપરછ ચાલી હોવાનું કહેવાય છે. પોલીસે પી.વી.એસ.શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.

ટ્વીટ કરતા વિવાદ થયો હતો

સુરત આયકર વિભાગનાના પૂર્વ અધિકારી શર્માએ થોડા દીવસ પહેલા દેશના વડા પ્રધાન અને નાણા મંત્રી નિર્મલા સિતારમણને ને એક ટ્વીટ કરી નોટબંધી સમયે સુરતમાં થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની જાણકારી આપી હતી. જોકે આ કૌભાંડની જાણકારી આપતાની સાથે સુરતના એક જવેલર્સનું નામ સામે આવ્યું હતું. જોકે, જ્વેલર્સે આ દાવો ફગાવી દીધો હતો અને ત્યારબાદ આ અધિકારી સામે આક્ષેપ કરતાની સાથે આયકર વિભાગ દ્વારા આ પૂર્વ અધિકારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  સુરત : વરાછાની પરિણીતાને નગ્ન વીડિયો મામલે બ્લેકમેઇલ કરનાર પૂર્વ પ્રેમીનો મિત્ર ઝડપાયો, ચેતવણીરૂપ ઘટના

જોકે આ દરોડામાં પીવીએસ શર્મા પોતે જ ફસાઈ ગયા છે. કારણકે બુધવારના દિવસે આયકર વિભાગની અમદાવાદ અને બરોડાની દ્વારા દરોડામાં અનેક મહત્વના દસ્તાવેજો તેમના હાથમાં લાગ્યા હતા. સુરત આઇટીમાં 90ના દાયકામાં પીવીએસ શર્માનું પોસ્ટિંગ થયું હતું. તેઓ યુનિયનમાં પણ રહ્યા હતા. ઇન્સ્પેકટર તરીકેની કારકિર્દીમાં તેઓ એસેસમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં રહ્યા હતા.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, PVS Sharma, Suicide case, Surat suicide, ગુજરાતી ન્યૂઝ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन