સુરતઃ છૂટાછેડા બાદ પત્નીને આપેલા ફ્લેટ ઉપર પૂર્વ પતિ અને તેની પત્નીએ કબજો કર્યો


Updated: January 20, 2020, 11:26 PM IST
સુરતઃ છૂટાછેડા બાદ પત્નીને આપેલા ફ્લેટ ઉપર પૂર્વ પતિ અને તેની પત્નીએ કબજો કર્યો
પ્રતિકાત્મક તસવીર

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સુખસાગર રેસીડેન્સીમાં રહેતી અને અઠવા ગેટ સ્થિત કંપનીમાં લોન ડિસ્ટ્રીબ્યુટર તરીકે નોકરી કરતી. નેહા લવભાઇ નલાવડેવર્ષ 2013માં મનોજ શિવરામ નિમ્બાલકર સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

  • Share this:
સુરતઃ સુરતના (surat) પાંડેસરા વિસ્તારમાં પૂર્વ પત્નીને છૂટાછેડા બાદ આપેલો ફ્લેટ પૂર્વ પતિ અને તેની પત્નીએ (husband wife) કબજો કરી પૂર્વ પત્નીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે (police station) પહોંચ્યો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જોકે છૂટાછેડા બાદ પતિ આપેલા ફ્લેટના હપ્તા પત્ની ભરતી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સુખસાગર રેસીડેન્સીમાં રહેતી અને અઠવા ગેટ સ્થિત કંપનીમાં લોન ડિસ્ટ્રીબ્યુટર તરીકે નોકરી કરતી. નેહા લવભાઇ નલાવડેવર્ષ 2013માં મનોજ શિવરામ નિમ્બાલકર સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

લગ્ન જીવન દરમિયાન બંનેને સંતાનમાં એક પુત્ર છે. જોકે લગ્ન જીવન બનેવ વચ્ચે પ્રેમ હતો પણ લગ્ન નબે-અઢી વર્ષ બાદબંન્ને વચ્ચે મનમેળ નહી હોવાને લઈને સતત ઝઘડા થતા હતા. જેને લઈને બે વર્ષ પહેલાં 2018માં છૂટાછેડા લઇ લીધા હતા.

છુટાછેડા દરમિયાન નેહા હાલ જે ફલેટમાં રહે છે તે ફ્લેટ અવેજી વેચાણ કરાર એટલે કે બક્ષીશ કરાર નોટોરાઇઝ કરી આપવામાં આવ્યો હતો. અને ફલેટ ખરીદી માટે લીધેલી લોનના હપ્તા પણ હાલમાં છૂટાછેડા બાદ નેહા ભરતી હતી.

પરંતુ ગતરોજ પૂર્વ પતિ મનોજઅને બે મહિલા ઘરના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી ગયા હતા અને નેહા નોકરી પરથી પરત આવતા પૂર્વ પતિ અને તેની પત્ની દ્વારા ફ્લેટમાં કબજો કર્યો હતો. આ બાબરે પૂર્વ પતિને નેહાએ કહેતા પૂર્વ પતિ મનોજ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જોકે સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પોહચતા નેહાએ આ મામલે પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે પૂર્વ પતિ મનોજ શિવરામ નીંબાલકર તેની પત્ની રીંકુ મનોજ નીંબાલકર અને તેની બહેનપણી જુલી પરેશભાઇ લેખડીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर