'મારી સગાઇ તોડવાની કોશિશ કરશે તો જીવતી છોડીશ નહીં'

લગ્નની લાલચ આપી અમરોલીની યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ કરનારા દોઢિયા ક્લાસના સંચાલકની કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

News18 Gujarati
Updated: June 13, 2019, 6:28 PM IST
'મારી સગાઇ તોડવાની કોશિશ કરશે તો જીવતી છોડીશ નહીં'
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 13, 2019, 6:28 PM IST
  લગ્નની લાલચ આપી અમરોલીની યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ કરનારા દોઢિયા ક્લાસના સંચાલકની કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. દોઢિયા ક્લાસના સંચાલકે મારી સગાઇ થઇ ગઇ છે અને મારી સગાઇ તોડવાની કોશિશ કરશે તો જીવતી છોડીશ નહીં એવી ધમકી આપતા આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અમરોલીની યુવતીએ ગૌરવ ઉર્ફે ગોપાલ બાબુભાઇ ત્રાપસિયા સામે કાપોદ્રા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તેણીની ફરિયાદ મુજબ તેઓ વર્ષ 2016માં વરાછા વિસ્તારમાં રહેતા હતા. તે સમયે અહીં ચાલતા રસોડાના સામાનના ગોડાઉનમાં આવતા ગૌરવ સાથે તેણીની આંખ મળી ગઇ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

જાન્યુઆરી 2017માં ગૌરવે કાપોદ્વા, ચીકુવાડી ખાતે ખોડિયારનગરમાં ટહુકાર ક્લાસિસ નામથી દોઢિયા ગરબા ક્લાસ શરૂ કર્યો હતો. એક દિવસ સાંજના સમયે ગૌરવ તેણીને અહીં ફરવાના બહાને લઇને આવ્યો હતો. અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ગૌરવે લગ્ન કરવાની વાત કરી હોય તેણીએ આ બાબતે કોઇને જાણ કરી ન હતી.

આ રીતે ગૌરવે સીમાડા નહેર ખાતે દોઢિયા ક્લાસ શરૂ કર્યો હતો. અહીં તેણે ફરિવા જવાને બહાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. એક દિવસે તેમની સોસાયટીમાં આવી વોચમેનની રૂમમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. તેણીને ગૌરવની સગાઇની વાત થતાં અને તેને ફોન કરી પૂછતાં તેને ધમકી મળી હતી. તેમજ તેની સાથે શરીર સુખ માણ્યા બાદ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેના પગલે આખો મામલો કાપોદ્રા પોલીસમાં પહોંચ્યો હતો.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...