સુરતની આ ફેક્ટરીમાં કામની શરૂઆત રાષ્ટ્રગાન સાથે થાય છે

News18 Gujarati
Updated: May 24, 2018, 8:38 PM IST
સુરતની આ ફેક્ટરીમાં કામની શરૂઆત રાષ્ટ્રગાન સાથે થાય છે

  • Share this:
પોત-પોતાના રાષ્ટ્રગાન પર દરેક દેશ ગર્વ કરે છે. રાષ્ટ્રગાન તે ચાવી છે, જેના માધ્યમથી દેશના તમામ નાગરીક એકતા અને સદભાવનાના બંધનમાં બંધાય છે. હમણાં થોડા સમય પહેલા જ સુપ્રિમ કોર્ટે પોતાના એક આદેશમાં સિનેમા ઘરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન વગાડવાનો આદેશ કર્યો હતો. કોર્ટના નિર્ણય પર ઘણો વિવાદ થયો હતો. આ નિર્ણય પર કેટલાક લોકોનું કહેવું હતું કે, આનાથી રાષ્ટ્રવાદની ભાવના વધુ મજબૂત થશે. જ્યારે કેટલાક લોકોનું માનવું હતું કે, આ નિર્ણય જબરદસ્તી થોપવામાં આવી રહ્યો છે.

તો આ બાજુ ગુજરાતના સુરતમાં એક કાપડની ફેક્ટરી છે, જેમાં કામ કરતા તમામ કર્મચારી પહેલા એક સાથે રાષ્ટ્રગાન ગાય છે અને એકતાનો સંદેશ આપે છે. આ સુરતની સૌથી મોટી કાપડ પર રંગ કરતી ફેક્ટરી છે. ફેક્ટરી માલિક સંજયું કહેવું છે કે, ફેક્ટરીમાં દર વર્ષે 15 ઓગષ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રગાન ગાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, ફેક્ટરીના કેટલાક કર્મચારીઓએ માંગ કરી કે, રોજ કામની શરૂઆત રાષ્ટ્રગાનથી જ થવી જોઈએ. જેનો તમામ કર્મચારીઓએ સહર્ષ સ્વીકાર કર્યો.વર્ષ 2016થી આ ફેક્ટરીમાં રોજ સવારના સમયે રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. આ ફેક્ટરીમાં તમામ પ્રકારના ધર્મના લોકો કામ કરે છે, અને તમામ લોકો એકસાથે મળીને સવારે રાષ્ટ્રગાન કર્યા બાદ કામ પર જાય છે. કંપનીમાં તમામ કર્મચારી આ વાતથી ઘણા ખુશ છે, અને રાષ્ટ્રગાનથી કોઈને કોઈ સમસ્યા નથી.
First published: May 24, 2018
વધુ વાંચો
अगली ख़बर