Home /News /south-gujarat /સુરતમાં tocilizumab ન મળતા દર્દીઓના થઈ રહ્યા મોત! ક્લેક્ટરની ટીમની મંજૂરી બાદ પણ રઝળપાટ

સુરતમાં tocilizumab ન મળતા દર્દીઓના થઈ રહ્યા મોત! ક્લેક્ટરની ટીમની મંજૂરી બાદ પણ રઝળપાટ

ઈન્જેક્શન માટે લાઈનમાં સૌથી પહેલા ઉભેલા દર્દીના સંબંધી પર હોસ્પિટલથી ફોન આવ્યો કે, તમારા માતા હવે આ દુનિયામાં રહ્યા નથી. આ સાંભળતાની સાથે પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયા હતા.

ઈન્જેક્શન માટે લાઈનમાં સૌથી પહેલા ઉભેલા દર્દીના સંબંધી પર હોસ્પિટલથી ફોન આવ્યો કે, તમારા માતા હવે આ દુનિયામાં રહ્યા નથી. આ સાંભળતાની સાથે પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયા હતા.

સુરત : શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતા tocilizumab ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન આપવા માટે ક્લેક્ટરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. આ તબીબોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દર્દીઓને ઈન્જેક્શનની મંજૂરી અપાયા બાદ દર્દીના સંબંધીઓને ફોન કે મેસેજ આવે તો પણ સિવિલમાંથી ઈન્જેક્શનનો સ્ટોક ન હોવાનું કહીને પરત મોકલવામાં આવી રહ્યાં છે.

આ ઈન્જેક્શન નહીં મળતા છેલ્લા કેટલાક દિવસથી દર્દીના મોત થઈ રહ્યા છે, ત્યારે ઈન્જેક્શન માટે આવેલા એક સંબંધી પર ફોન આવ્યો કે, તેમની માતાનું મોત થયું છે, જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આજ પ્રકારે ઈન્જેક્શનની અછતને લઈને સુરતમાં ટપોટપ દર્દી મરી રહ્યા છે.

સુરતમાં કોરોના દર્દીની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે સારવાર લઇ રહેલા દર્દીને ઓક્સિજનની તકલીફ પડતા તેમને તબીબો દ્વારા ટોસિલિઝુમાબ ઈન્જેક્શન આપવામાં આવે તેવું તબીબ દ્વારા સૂચન કરવામાં આવે છે. જોકે શહેરમાં આ ઈન્જેક્શન માટે છેલ્લા લાંબા સમયથી અછત શરૂ થતા દર્દી અને તેમના સ્વજન સતત હેરાન થઈ રહ્યા છે.

આ પણ વાંચોસુરતમાં સંક્રમણ યથાવત: 24 કલાકમાં 234ને ચોંટ્યો Corona, વરાછા-કતારગામ બાદ રાંદેરમાં પણ ઉછાળો

જોકે આ મામલે સરકાર દ્વારા અછત ઉભી થતા સરકાર દ્વારા એક તબીબની પેનલ બનાવામાં આવી હતી, જે પેનલ નક્કી કરશે કે, દર્દીને આ ઈન્જેક્શનની કેટલી જરૂર છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીને આ મામલે કલેકટર અને તેમની નીમેલી પેનલ દ્વારા મંજૂરી અપાયા બાદ પણ આ ઈન્જેક્શન મળતા નથી, સતત દર્દીના સ્વજનો સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના પગ ઘસી રહ્યા છે.

આ પણ વાંચોસુરત : 'વો મેરા પ્યાર હે, તુ ઈસસે રિશ્તા તોડ દે', પ્રેમીએ પ્રેમિકાના મંગેતર પર ચપ્પાથી કર્યો હુમલો


સરકાર દ્વારા તત્કાલિક આ ઈન્જેક્શન મંગાવવામાં આવ્યાની વાત કરવામાં આવે છે, પણ છેલ્લા કેટલાક દિવસથી દર્દીના સ્વજનો દરરોજ હોબાળો મચાવતા સરકાર દ્વારા આ મામલે તપાસ કરતા, આ ઈન્જેક્શનની કળા બજારીનું કૌભાંડ પણ ઝડપી પાડવામાં આવ્યુ હતું.

આજે પણ પોતાના સ્વજનનો જીવ બચવા માટે 30 કરતા વધુ લોકોને ઈન્જેક્શન માટે ફોન આવતા તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે અહીંયા ઈન્જેક્શન હજુ આવ્યા નથી, તેવું કહેતા દર્દીના સ્વજનમાં રોષ જોવા મળ્યો હતો. 30 લોકોની આ લાઈનમાં સૌથી પહેલા ઉભેલા દર્દીના સંબંધી પર હોસ્પિટલથી ફોન આવ્યો કે, તમારા માતા હવે આ દુનિયામાં રહ્યા નથી. આ સાંભળતાની સાથે પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયા હતા.

આ પણ વાંચોપાન મસાલા રસિકો માટે Big News: પાન મસાલા હવેથી પાર્સલમાં જ મળશે, Live દુકાનમાં નહીં ખાઇ શકાય


આ પ્રકારે ઈન્જેક્શન ન મળતા માતાના મોત બાદ આ પરિવાર કહ્યું હતું કે, માણસ જતું રહે પછી આ ઈન્જેક્શન મળે તો શું કામના. સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, માત્ર ને માત્ર ઓળખાણ અને લાગતા વળગતા લોકોને આ ઈન્જેક્શન સરળતાથી મળી રહે છે તેવા આક્ષેપ પણ કર્યા હતા.

દર્દીના એક સંબંધીનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા આ ઈન્જેક્શનનું ઓડિટ થવું જવું જોઈએ. ઓનલાઈન કંઈક સીસ્ટમ ઉભી કરીને ટ્રાન્સપરન્સી દાખવવી જોઈએ. છેલ્લા કેટલાક દિવસથી આવવા છતા ઈન્જેક્શન મળતા નથી, તો કેટલાક પાછળથી પાછળથી આવેલા લોકોને ઈન્જેક્શન મળી ગયા છે. આ ગોટાળાઓથી સ્પષ્ટ થાય છે કે, પહેલા ખાનગી લોકો અને હવે સરકાર ઈન્જેક્શનની કળા બજારી કરી રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona bulletin, Surat corona deaths, Surat corona updates, Tocilizumab injection

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन