સુરત : તીનપત્તી રમવાના શોખીન યુવકની કરતૂત, વરાછાની મહિલાનું ફેસબૂક હેક કરી મહિલાઓને મોકલ્યા બીભત્સ મેસેજ

સુરત : તીનપત્તી રમવાના શોખીન યુવકની કરતૂત, વરાછાની મહિલાનું ફેસબૂક હેક કરી મહિલાઓને મોકલ્યા બીભત્સ મેસેજ
સાયબર ક્રાઇમે ઝડપી પાડેલો આરોપી

એન્જિનિયરીંગના વિદ્યાર્થીની કરતૂત, પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે એંજિનિયરીંગના વિદ્યાર્થીને ઝડપી પાડ્યો

  • Share this:
સુરતના વરાછા સ્થિત હીરાબાગ વિસ્તારની  પરિણીતાનું ફેસબુક એકાઉન્ટ હેક કરી પતિના મિત્રની પત્ની અને  સોસાયટીમાં રહેતી મહિલાને બીભત્સ મેસેજ મોકલવાના મામલે પરણિતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતા  પોલીસે એન્જિનિયરિંગના વિદ્યાર્થી ની ધરપકડ કરી હતી. ઓનલાઇન તીનપત્તી રમવાનો શોખીન આ વિદ્યાર્થીએ આ મહિલાના એકાઉન્ટમાંથી પોઇન્ટ ચોરી કરવા માટે એકાઉન્ટ હેક કર્યાની લૂલી કબૂલાત કરી હતી.

સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ ખાતે રહેતી મૂળ અમરોલી વિસ્તારની  પરિણીતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી  પતિના મિત્રોની પત્ની અને સોસાયટીની મહિલાઓને બીભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા. આ અંગે જે મહિલાઓને આવા બીભત્સ મેસેજ કરાયા હતા.ગત 24 એપ્રિલના રોજ સવારે 8.30 વાગ્યે તેમના પતિને એક મિત્રએ ફોન કરી પૂછ્યું હતું કે ભાભી તમે તમારા ફેસબુક એકાઉન્ટ પરથી કેમ મારી પત્નીને બીભત્સ મેસેજ કરો છો? જોકે, પરિણીતાએ આ વાત પર વધારે ધ્યાન આપ્યું ન હતું. જે બાદમાં સોસાયટીની અન્ય મહિલાઓએ પણ તેમને બીભત્સ મેસેજ આવ્યા હોવાન જણાવ્યું હતું.

આ પણ વાંચો :  સુરતની હ્રદય દ્વાવક ઘટના : 2.5વર્ષના બ્રેઇનડેડ જશના અંગોનું પરિવારે કર્યુ દાન,7 બાળકોને મળી નવી જિંદગી

આથી જે તે સમયે મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી આ મામલે પરિણીતાએ તાત્કાલિક આ ઘટનાની જણકારી પોતાના પતિને આપી હતી. પતિએ પોતે આવું કંઈ ન કરી રહ્યાનું જણાવ્યું હતું. જે બાદમાં પરિણીતાને ખ્યાલ આવી ગયો હતો કે તેમનું ફેસબુક એકાઉન્ટ કોઈ ઈસમે હેક કરી લીધું છે. અને તેણીના એકાઉન્ટમાંથી આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે.

જોકે  મહિલાએ આ મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી જેને લઈને તારીખ 24મી એપ્રિલ 2020 રોજ પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને સાયબર ક્રાઇમ પોલીસે આ પ્રકરણમાં પાસોદરા પાટીયા શ્યામ નગરમાં રહેતાં અને કેમિકલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં 22 વર્ષીય મેહુલ દિનેશ ખૂંટની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : કતારગામના વેપારીએ ઓફિસમાં જ કર્યો આપઘાત, ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ખળભળાટ

જોકે આરોપીને પકડ્યા બાદ તેની પૂછપરછ કરતા  આરોપી એ કબૂલાત કરી હતી કે તે ઓનલાઇન તીનપત્તી ગેમ રમવાનો શોખીન આ યુવાને ફેસબુક એકાઉન્ટ ચેક કરતાં આ મહિલાના એકાઉન્ટમાં એક કરોડ પોઇન્ટ હોઇ તે ચોરી કરવા માટે તેની ફેસબુક આઇ.ડી. અને પાસવર્ડ ચોરી લઇ એકાઉન્ટ હેક કરી પોઇન્ટ ટ્રાન્સફર કરી લીધા હતા.

જોકે ત્યારબાદ વિકૃતિ સંતોષવા આ મહિલાના એકાઉન્ટમાંથી તેના સંબંધીઓ અને સોસાયટી રહીશોને અશ્લીલ મેસેજ મોકલ્યા હતો જોકે સાઇબર ક્રાઇમ પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ કાયદેસરની કર્યવાહી કરી વધુ તપ શરુ કરી છે
Published by:Jay Mishra
First published:December 16, 2020, 21:46 pm