સુરત : ડાયમંડ બુર્સમાં એન્જિનિયર યુવાનનું ભેદી મોત, મોબાઇલ ગાયબ થતા અનેક શંકા-કુશંકા


Updated: August 24, 2020, 10:36 AM IST
સુરત : ડાયમંડ બુર્સમાં એન્જિનિયર યુવાનનું ભેદી મોત, મોબાઇલ ગાયબ થતા અનેક શંકા-કુશંકા
સુરત ડાઇમંડ બુર્સ (પ્રતિકાત્મક તસવીર)

પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરતા નવી સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે, વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તેમના મોતનું સાચું કારણ જાણવા મળશે.

  • Share this:
સુરત : સુરતના છેવાડે આવેલા ખજોદ ગામમાં ડાયમંડ બુર્સ (Surat Khajod Diamond Bourse)માં ગઇકાલે સાંજે પરવત ગામમાં રહેતા એન્જિનિયરનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. યુવાનનો મોબાઇલ (Mobile) ગાયબ થવા સાથે તેના મોત અંગે સ્ટાફે યોગ્ય જવાબો નહીં આપતા પરિવારના સભ્યોને શંકા જતા આ મામલે પોલીસ ફરિયાદ કરીને તપાસની માંગ કરવામાં આવી છે.

પરવત ગામમાં ચિન્મય રો-હાઉસ પાસે વિકાસનગરમાં રહેતો 23 વર્ષીય તનય સાગરભાઇ ત્રિવેદી ગઇકાલે સાંજે સુરતના છેવાડે આવેલ ખજોદ ગામ ખાતે ડાંયમડ બુર્સમાં રહસ્યમય સંજોગોમાં બેભાન થઇ જતા નવી સિવિલ હોસ્પિટલ બાદ અઠવા ગેટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો. તનય મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ હાલમાં ડાંયમડ બુર્સમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો.

આ પણ વાંચો : શકમંદ આતંકીના પિતાએ કહ્યુ- અનેક માનતા પછી યુસૂફનો જન્મ થયો, ઇજ્જત પર બટ્ટો વાગી ગયો

પરિવારની વાત માનીએ તો ગઇકાલે સવારે ઘરે સ્વસ્થ અને ખુશ હતો. તે બેગમાં ટિફિન લઇને નીકળ્યો હતો. ગઇકાલે બનાવ બન્યો ત્યારે કંપનીમાંથી ફોન પણ આવ્યો ન હતો. જોકે, પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરતા નવી સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તેમના મોતનું સાચું કારણ જાણવા મળશે.

નીચે વીડિયોમાં જુઓ, રાજકોટમાં ભારે વરસાદ
તનય પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો. તેના પિતા એમ.આર તરીકે વ્યવસાય કરે છે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે. તનયના મિત્રએ તેના પિતાને ફોન કરીને કહ્યુ કે, તેની તબિયત ખરાબ હોવાથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરિવારજનો તાત્કાલિક હૉસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં કંપનીનાં સ્ટાફને શું થયું હોવા અંગે પૂછતા ગોળગોળ વાતો કરી હતી અને અલગ અલગ જવાબ મળ્યા હતા. એટલું જ નહીં તનયનો મોબાઇલ ફોન પણ ગાયબ હતો. જેથી તનયના મોત અંગે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. તનયના પિતાએ કહ્યું કે, મારા પુત્ર સાથે શું બન્યું છે તેની તપાસ કરીને કંપની સામે કાર્યવાહી થવી જોઇએ.
Published by: Vinod Zankhaliya
First published: August 24, 2020, 10:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading