સુરતઃ કેનેડાથી આવેલી એન્જિનિયર પરિણીતા સાથે બન્યું આવું

News18 Gujarati
Updated: May 8, 2019, 4:24 PM IST
સુરતઃ કેનેડાથી આવેલી એન્જિનિયર પરિણીતા સાથે બન્યું આવું
પ્રતિકાત્મક તસવીર

સુરતના પરવટ પાટિયાની કમ્પ્યુટર એન્જિનિયર યુવતીનું મોટાવરાછાના યુવક સાથે લગ્ન થયા બાદ સાસરિયાઓએ દહેજ માટે અત્યાચાર ગુજાર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ કહેવાતા ભદ્ર સમાજમાં દહેજનું દુષણ હજી પણ યથાવત હોય એમ છાસવારે દહેજ માટે પરિણીતાઓ ઉપર અત્યાચાર ગુજારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતના પરવટ પાટિયાની કમ્પ્યુટર એન્જિનિયર યુવતીનું મોટાવરાછાના યુવક સાથે લગ્ન થયા બાદ સાસરિયાઓએ દહેજ માટે અત્યાચાર ગુજાર્યો હતો.

પરિણીતા પતિ સાથે કેનેડા રહેવા ગઇ તો પતિએ પણ યેનકેન પ્રકારે ટોર્ચરિંગ કરવા સાથે ગળું દબાવવાની પણ કોશિશ કરી હતી. યુવતીના પિતાએ પતિ સહિતના સાસરિયાં સામે પૂણા પોલીસમાં ગુનોં નોંધાવ્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે પરવટ પાટિયા આઇમાતા રોડ ઉપર શિવ રો હાઇસમાંરહેતા હરિભાઇ સવજીભાઇ વઘાસિયા સોફ્ટવેર એન્જિનિયર છે. તેમની પુત્રી ચાંદની કમ્પ્યુટર એન્જિનિયર છે.

નવેમ્બર 2014માં ચાંદનીના લગ્ન પ્રણવ કાંતિભાઇ રાજપરા સાથે થયા હતા. લગ્ન બાદ થોડાં સમય બાદથી સાસરિયાંઓ દહેજ માટે ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો. લગ્નમાં દહેજ નથી આપ્યું, રિસેમ્પશનમાં 10 લાખ નથી આપ્યા વગેરે બાબતે મહેણાંટોણા મારી પરિણીતા ઉપર અત્યાચાર ગુજારાતો હતો.

દરમિયાન પતિ કેનેડા લઇ ગયો હતો અહીં પણ ત્રાસ ગુજારવાનું ચાલું રખાયું હતું. પતિ કેનેડામાં ગરમ કપડાં સહિતની વસ્તુઓ નહીં આપી આડકતરી રીતે ત્રાસ આપતો હતો. કેનેડામાં નોકરી કરવા પણ તેને દબાણ કર્યું હતું. બે વખત તો પતિએ ગળું દબાવવાની પણ કોશિશ કરી હતી.

કેનેડાથી ચાંદની એકલી ઇન્ડિયા પણ મોકલી આપી હતી. કેનેડાથી પરત ફર્યા બાદ પ્રણવ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ કરાવી ધમકાવવાની કોશિશ કરવા સાથે બદના કરવાની પણ હરકત પણ કરતો હતો. આખરે ચાંદીના પિતા હરિભાઇ વઘાસિયાએ ફરિયાદ આપતા પૂણા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.
First published: May 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading