હીરા બજારમાં ખળભળાટ: ગુજરાતી વેપારી લૂટાયો, 20 કરોડના હીરા લઈ કર્મચારી રફૂચક્કર

News18 Gujarati
Updated: December 13, 2018, 8:50 AM IST
હીરા બજારમાં ખળભળાટ: ગુજરાતી વેપારી લૂટાયો, 20 કરોડના હીરા લઈ કર્મચારી રફૂચક્કર
પ્રતિકાત્મક તસવીર

મુંબઈની ભારત ડાયમન્ડ કંપનીનો કર્મચારી 20 કરોડના હીરા વેચાણ માટે હીરા લઈને નીકળ્યો હતો

  • Share this:
હીરા બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, એવામાં એક વેપારી પર મોટી આફત આવી પડી છે. હીરાબજારના વેપારીનો કર્મચારી 20 કરોડના હીરાની ચોરી કરી રફૂચક્કર થઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે, હમણાં જ દિવાળીના વેકેશન બાદ હીરા બજાર ફરી ધમધમવાનું શરૂ થયું તેવામાં જ મુંબઈ ભારત ડાયમન્ડ બુર્શ કંપનીનો કર્મચારી 20 કરોડના હીરા લઈ રફૂચક્કર થઈ ગયો છે.

મુંબઈની ભારત ડાયમન્ડ બુર્શ કંપનીનો કર્મચારી હીરાનું માર્કેટીંગ કરવા ગયો હતો, જે ગમો સમય થયા બાદ પણ પાછો ન ફરતા કંપનીના માલિકે તેનો સંપર્ક સાધવાની કોશિસ કરી પરંતુ, તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો. વેપારીએ તેનો સંપર્ક સાધવા માટે અન્ય વેપારીઓનો પણ સંપર્ક કર્યો પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહી, આખરે વેપારીની ધીરજ ખુટી પડી અને પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરીયાદ નોંધાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈની ભારત ડાયમન્ડ કંપનીનો કર્મચારી 20 કરોડના હીરા વેચાણ માટે હીરા લઈને નીકળ્યો હતો, જે લઈ ફરાર તઈ ગયાની ફરિયાદ કરવાામાં આવી છે. બોગ બનનાર હીરા વેપારી ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. જ્યારે હીરા લઈને ફરાર થઈ જનાર કર્મચારીનું નામ યતિન હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ હીરાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા હીરાની લૂંટની ઘટનાઓ સામે આવી છે. કેટલીક જગ્યાએ તો હીરાના વેપારીઓને ધોળા દહાડે રસ્તે લૂટી લેવાની ઘટનાઓ પણ સામે આવી છે. હીરાના વેપારીઓ સુરક્ષાને લઈ પહેલા પણ ચિંતીત હતા, જ્યારે ફરી હીરાના વેપારીને પોતાના કર્મચારીએ જ 20 કરોડનો ચૂનો લગાવતા હીરા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
First published: December 13, 2018
વધુ વાંચો
अगली ख़बर