Home /News /south-gujarat /સુરત દુર્ઘટના: દિલ્હીમાં ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર ઊભું કરાયું, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

સુરત દુર્ઘટના: દિલ્હીમાં ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર ઊભું કરાયું, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ

દિલ્હી એમસની ટીમ સુરત આવશે

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ દિલ્હી એમસની ટીમ સુરત આવશે. દિલ્હીમાં ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર ઊભું કરાયું છે. જરૂર જણાય તો ઇજાગ્રસ્ત બાળકોને એમસમાં સારવાર માટે ખસેડાશે.

    આ ઘટના બાદ એશ્વિની કુમાર રોડ વિસ્તારમાં મોડીરાતથી અંતિમવિધિ શરૂ થઈ હતી. હસ્તી હિતેશભાઈ સુરાણી નામની વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર કરાયા હતા. પરિવારજનોએ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો.

    ઉપરાંત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ ટ્યુશન ક્લાસિસને બંધ કરવા આદેશ કરાયો છે. જ્યાં સુધી ફાયર સેફટીનું એનઓસી નહીં લેવાય ત્યાં સુધી ટ્યુશન કલાસ શરૂ નહીં કરી શકાય. પોલીસ કમિશનરે તક્ષશિલા આરકેડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.

    આ પણ વાંચો: સુરત આગ: 20 બાળકો આગમાં ભડથું, જુઓ ભયાનક તસવીરો

    મુખ્યમંત્રીએ સ્થળ મુલાકાત કરી હતી અને મૃતકોના પરિવારોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાળકોના મોતનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે તપાસના આદેશ આપ્યા હતા.

    અહીં ક્લિક કરી જાણો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Surat fire in coaching center, દિલ્હી`

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन