Home /News /south-gujarat /સુરતમાં આર્થિક તંગીને કારણે એમ્બ્રોઇડરીના કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી ટૂંકાવ્યું જીવન

સુરતમાં આર્થિક તંગીને કારણે એમ્બ્રોઇડરીના કારખાનેદારે ઝેરી દવા ગટગટાવી ટૂંકાવ્યું જીવન

પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉન બાદ એમ્બ્રોઇડરીનો વેપાર ઠપ થઇ જતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ જતા યુવાને અંતિમ પગલું ભર્યું છે. 

સુરત : કોરોના મહામારી વચ્ચે સતત વેપાર ઉધોગ બંધ રહેતા અને પિતાને પેરાલીસીસ થઇ જતા પરિવારની જવાબદારી માથા પર આવી જતા સતત માનસિક તણાવ અનુભવતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. લૉકડાઉન બાદ એમ્બ્રોઇડરીનો વેપાર ઠપ થઇ જતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ જતા યુવાને અંતિમ પગલું ભર્યું છે.

મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાતની અને હાલમાં સુરતના પુણા વિસ્તરામાં આવેલી સીતાનગર સોસાયટીમાં રહેતા દિપક ભીમજીભાઈ ઈટાલીયા લીબાયત વિસ્તરમાં એમ્બ્રોઇડરી મશીન ચલાવતા હતા. જોકે  પિતા વેપાર કરતા હતા અને પિતા ભીમજીભાઈને પેરાલીસીસનો અચાનક હુમલો થતા તે પાથરીવસ થયા હતા. જેના કારણે પરિવારની જવાબદારી દીપકના માટે આવી હતી અને તેમાં પણ કોરોના મહામારી સામે આવતા વેપાર ચાલતો ન હતો. આ સાથે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ થઇ ગયું હતું. જેને લઇને દિપક સતત માનસિંગ તણાવ અનુભવતો હતો. આર્થિક સંકડામણ ને લઈને સતત ડિપ્રેસનમાં રહેતો દિપક કોરોના મહામારી અને પરિવારની તકલીફને કારણે હતાશ થઈને બે દિવસ પહેલા ઘર નજીક આવેલી રહના સ્કૂલ પાસે આવેશમાં આવી જઈને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - કાલાવાડમાં 24 કલાકમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો, રણજીત સાગર ડેમ થયો ઓવરફ્લો

ઘટાનાની જાણકારી મળતા પરિવારના સભ્યો તાત્કાલિક દીપકને હૉસ્પિટલ ખાતે ખાસેડ્યો હતો . બે દિવસની સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. જોકે, પોલીસે મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ જુઓ - 
" isDesktop="true" id="996710" >

આમ કોરોનાને કારણે વેપાર ઉધોગ બંધ થવાની સાથે સતત આર્થિક નુકસાન વેઠી રહેલા લોકો આપઘાત કરી રહ્યાની ઘટના સામે આવી રહી છે.

આ પણ વાંચો - આજે અમદાવાદમાં રિક્ષાનાં પૈડા થંભી જશે, બે લાખથી વધુ ચાલકો હડતાળ પર
First published:

Tags: Coronavirus, COVID-19, આત્મહત્યા, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો