સુરત : કારખાનેદાર કોરોનાના કારણે ક્વૉરન્ટાઇન થયા, સુપરવાઇઝરે જુગારધામ ખોલી નાખ્યું

સુરત : કારખાનેદાર કોરોનાના કારણે ક્વૉરન્ટાઇન થયા, સુપરવાઇઝરે જુગારધામ ખોલી નાખ્યું
પ્રતિકાત્મક તસવીર

એમ્બ્રોઇડરીના કારખાના માલિકને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા ત્યારે સુપરવાઇઝરે પોત પ્રકાશ્યું, પોલીસને બાતમી મળતા જુગારધામ ઝડપાયું

  • Share this:
સુરતમાં (Surat)  આંજણા નારાયણ ઇન્‍ડસ્‍ટ્રીયલ સોસાયટીમાં આવેલા એમ્બ્રોઇડરીના ( Embroidery factory) કારખાના માલિક કોરોના લઈને  છેલ્લા 8 દિવસથી   કોરન્ટાઇન થયા હતા. જોકે, આ તકનો લાભ લઈને   કારખાનાના સુપરવાઈઝર એજ કારખાનામાં માલિક આવતા ન હોવાથી જુગારધામ (gambling in factory)  શરૂ કરી નાખ્યું હતું. જોકે પોલીસે ગતરોજ દરોડા પાડતા  સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આ જુગારધામમાંથી 12 લોકોને 84 હજારના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ સુપરવાઇઝરનું કૃત્યુ 'આફતને અવસર'માં બદલા જેવું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરીમાં જુગારધામનું નવું પ્રકરણ ઉમેરાતા શહેરની બેકાબૂ ગુનાખોરીનો વધુ એક ચિતાર મળ્યો છે.

કોરોના મહામારી વચ્ચે એક બાજુ લોકોના વેપાર ઉદ્યોગ બંઘ છે ત્યારે પરિવારની આર્થિક જરૂરિયાત પુરી કરવા માટે લોકો હવે ગુનાખોરી તરફ વળી રહ્યા છે. તેવામાં સુરત રહેતા અને આંજણા નારાયણ ઇન્‍ડસ્‍ટ્રીયલ સોસાયટી પ્લોટ નં.95ના પહેલા માળે આચલ ક્રીએશન નામના એમ્બ્રોઇડરીના કારખાના માલિક ચૈતન્યભાઈ છેલ્લા 8 દિવસથી કોરોનાના કારણે કોરન્ટાઇન હોવાથી કારખાને આવતા નહોતા.જેને લઈને કારખાના સુપરવાઈઝર મછીન્દ્ર ઉર્ફે રોહન પાંડુરંગ મિસ્ત્રીએ આ તકનો લાભ લઇને કારખાનામાં માલિક ની જાણકારી બહાર બહારથી માણસો બોલાવીને જુગાર ધામ ચલાવતો હોવાની વિગત પોલીસને મળતા પોલીસે ગતરોજ આ કારખાના માં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો :   સુરત : ચાર યુવકોએ ચપ્પુની અણીએ સ્પા સંચાલિકાને બાનમાં લઈને લૂંટ ચલાવી

પોલીસે આ દરોડામાં  સુપરવાઈઝર મછીન્દ્ર ઉર્ફે રોહન પાંડુરંગ મિસ્ત્રી તેમજ ત્યાં જુગાર રમતા કૈલાશ મુરલીધર કોષ્ટી , રાકેશ જગન્નાથ પટેલ , સંદીપ ઉર્ફે પ્રમોદ ધર્મરાજ ચૌધરી , વાસુદેવ ઉર્ફે બાપુજી રાજુભાઇ પવાર , કિરણ છબીલાલ પાટીલ , પ્રવિણ નટવરભાઇ ગોસ્‍વામી , સાગર સંજયભાઇ પાટીલ , શીવાજી અધિકાર પાટીલ , જ્ઞાનેશ્વર ઉર્ફે સોનુ અશોકભાઇ પાટીલ , મનોજ દુર્યોધનભાઇ પાટીલ અને રાજેન્‍દ્ર નામદેવ ચૌધરીને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : CR પાટીલે BJPના પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો, રૂપાણી સરકારમાં કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ

જોકે પોલીસે કુલ 11 લોકોને જુગારના રોકડા રૂપિયા .26,610 અને રૂપિયા 57,500 ની કિંમતના 12 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા .84,110 નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. જુગારધામ ચલાવતા સુપરવાઈઝર મછીન્દ્ર ઉર્ફે રોહનની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એમ્બ્રોઇડરીનું કારખાનું લાલ દરવાજા ખાતે રહેતા ચૈતન્યભાઇ શાહની માલિકીનું છે.  જોકે પોલીસે જુગાર ધામ પકડી પડતા સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ તમામ જુગારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:July 21, 2020, 15:31 pm

ટૉપ ન્યૂઝ