ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video

ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video
સભાની તસવીર

કાકડીયા મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારેજ સભામાં બે ઈંડા ફેંકવામાં આવ્યા હતા. આ વિરોધને જાણી ગયેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલસહિતના અગ્રણીઓ સભામાંથી નીકળી ગયા હતા.

  • Share this:
સુરત: ગુજરાતમાં પેટા ચૂંટણીની (Gujarat byElection) જાહેરાત બાદ બધા પક્ષો જીત મેળવવા માટે પ્રચાર શરૂ કરી દીધા છે. શહેરના પુણા વિસ્તારમાં આજે રવિવારે ભાજપના (BJP) ધારી (Dhari) વિધાનસભાની બેઠકના ઉમેદવાર (BJP candidate) જે વી કાકડીયાની (J.V.kakadiya) સભામાં વિરોધ થયો હતો. કાકડીયા મંચ પરથી બોલી રહ્યા હતા. ત્યારે જ સભામાં બે ઈંડા ફેંકવામાં (Throw eggs) આવ્યા હતા. આ વિરોધને જાણી ગયેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ (Gujarat BJP president) સી આર પાટીલ (C R Patil) સહિતના અગ્રણીઓ સભામાંથી નીકળી ગયા હતા.  જે વી કાકડીયાએ કહ્યું હતું કે આ કોંગ્રેસની ચાલ છે પરંતુ મારો વિરોધ નથી મને સારૂ સમર્થન મળી રહ્યું છે.

હાલમાં સમગ્ર રાજયમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઇને માહોલ ગરમાયેલો છે. ત્યારે ભાજપ દ્વારા મોટા ભાગની બેઠકો પર કોગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાથી. કોગ્રેસે પણ પ્રચારમાં જોર પકડ્યું છે. ત્યારે ધારી વિધાનસભા મત વિસ્તારનો મોટો વર્ગ સુરતમાં પણ રહે છે. જેથી ધારી ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની એક સભા આજે પુણા યોગી ચોક વિસ્તારમાં રાખવામાં આવી હતી.જેમાં પ્રદેશ ભાજપ અદ્યક્ષ સી આર પાટીલ, મંત્રી હકુભા જાડેજા, મંત્રી કુમાર કાનાણી, મેયર ડો જગ્દિશ પટેલ સહિત અનેક ધારાસભ્યો તેમજ સાંસદ દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સમયે જે વી કાકડીયા પોતાનું વકતવ્ય શરૂ કર્યું ત્યારેજ એક પછી એક મંચ નજીક બે ઇડાં ફેકી તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ તહેવારો છતાં સપ્તાહમાં Gold-Silverના ભાવમાં થયો ઘટાડો, દિવાળી સુધી કેવું રહેશે વલણ?

ઈંડા ફેકનાર તાત્કાલીક ત્યાથી પલાયન થઇ ગયા હતા. પરંતુ ભાજપના ઉપરી નેતાઓ વિરોધ ભાણી લેતા તેઓ ત્યાથી પલાયન થઇ ગયા હતા. અને જે વી કાકડીયાએ પણ પોતાનું નિવેદન પુર્ણ કરી ત્યાથી નીકળી ગયા હતા.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

આ પણ વાંચોઃ-અમદાવાદના બે વિદ્યાર્થીનું જોરદાર ઇનોવેશન! ભંગાર સ્ક્રૂટી પણ દોડશે 70 kmની સ્પીડથી

આ સમગ્ર ઘટનાને લઇને જે વી કાકડીયાએ જણાવ્યું હતું કે મને અમારા વિસ્તારના લોકોનો સારો સમર્થન મળી રહ્યો છે. વિરોધીઓ દ્વારા આ પ્રકારના ઈંડા ફેકવા જેવા કામ કરી લોકોને ભ્રમીત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.પરંતુ મારા સમર્થકો મારી સાથેજ છે અને મારા વિસ્તારમાં કોઇ વિરોધ નથી. પ્રચારના ભાગ રૂપે સુરત આવ્યો હતો કારણ કે ધારી વિધાનસભા મત વિસ્તારના ધારી , બગસરા તેમજ ખાંભાના ઘણા લોકો સુરતમાં રહે છે જેથીજ અહિ આવ્યો છું.
Published by:ankit patel
First published:October 18, 2020, 22:24 pm

ટૉપ ન્યૂઝ