સુરત: આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ

સુરત: આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં ફરી શરમજનક કિસ્સો: બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા નરાધમે તેને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી.

  • Share this:
સુરત: શહેરમાં ગુનાખોરીના બનાવો અટકાવાનું નામ નથી લેતા. અહીં ફરી એક વખત માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ગત મોડી સાંજે 19 વર્ષીય યુવાને ઘર નજીક રહેતી આઠ વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપીને મકાનની છત ઉપર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા નરાધમે તેણીને છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી. જે બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો. બાળકીએ આ અંગે પોતાની માતાને વાત કરતા મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો. પરિવારે યુવક વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમને ઝડપી પડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં ફરી એકવાર શરમજનક બનાવ સામે આવ્યો છે. મૂળ બિહારના વતની અને સુરતમાં લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો યુવાન પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના માન સરોવર સોસાયટી પાસે રહે છે. મોડી સાંજે તેની દીકરી ઘર પાસે રમી રહી હતી ત્યારે નજીકમાં જ રહેતો અને ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરતો રાજસ્થાની યુવાન વિક્રમ રાજપૂત બાળકીને આઇસક્રિમ ખવડાવવાની લાલચ આપીને લઈ ગયો હતો.



આ પણ વાંચો:  કોરોના દર્દીને દાખલ કરવાનું કહીને ભેજાબાજે બે રૂપિયાનું Paytm કરાવી 81 હજાર ઉપાડી લીધા

આઈસ્ક્રીમ ખરીદ્યા બાદ નરાધમ વિક્રમ બાળકીને બિલ્ડિંગની છત પર લઈ ગયો હતો. અહીં વિક્રમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા વિક્રમ તેણીનું મોઢું દબાવી દીધું હતું અને વધારે બૂમાબૂમ કરશે તો છત પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી હતી.

બળાત્કારની ઘટના બાદ આઘાતમાં આવી ગયેલી બાળકી ઘરે પહોંચી હતી અને માતાને સમગ્ર બનાવ અંગે વાત કરી હતી. જે બાદમાં રાત્રે બાળકીના પિતા નોકરી પરથી પરત આવ્યા ત્યારે માતાએ આ અંગે પતિને જાણ કરી હતી. જે બાદ પરિવારે મોડી રાત્રે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે. ફરિયાદ બાદ પોલીસે મોડી રાત્રે જ યુવકની ધરપકડ કરી લીધી હતી.
Published by:Vinod Zankhaliya
First published:November 25, 2020, 10:25 am