સુરત : ઓડિસા હાઈકોર્ટનો આદેશ, 'વતન આવતા શ્રમિકોએ કોરોના ટેસ્ટ કરાવી આવવું', હવે સિવિલમાં લાગી લાંબી લાઈન


Updated: May 8, 2020, 6:41 PM IST
સુરત : ઓડિસા હાઈકોર્ટનો આદેશ, 'વતન આવતા શ્રમિકોએ કોરોના ટેસ્ટ કરાવી આવવું', હવે સિવિલમાં લાગી લાંબી લાઈન
સુરત પોલીસે સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા લોકોને ઘર ભેગા કર્યા

ઓડિસા હાઈકોર્ટના આદેશ અનુસાર, વતન આવવા માંગતા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઓડીસામાં એન્ટ્રી મળશે. સુરત તંત્રની ચિંતા પણ વધી ગઈ

  • Share this:
સુરત : કોરોના વાયરસ(coronavirus)ને લઇને લોકડાઉન(lockdown) વચ્ચે છેલ્લા લાંબા સમયથી સુરતમાં રહેતા અને વતન જવા માટે રસ્તા પર ઉતરતા ઓડિસાના લોકો માટે તંત્ર દ્વારા ટ્રેન મારફતે વતન મોકલવામાં આવતા હતા, પણ બહારથી ઓડીસામાં આવેલા 51 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓડિસા હાઇકોર્ટે ઓડિસા આવતા પહેલા કોરોના રિપોર્ટ કરાવીને જ આવવાનો આદેશ આપતા શ્રમિકો ફરી કામે લાગી ગયા છે. વતન જવા માંગતા ઓડિસાના લોકો પોતાનો રિપોર્ટ કરાવવા સુરત સિવિલ ખાતે કોવિડ-19 હોસ્પિટલ બહાર લાંબી લગાવી બેઠા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત(surat) માં રોજી રોટી માટે આવીને વસેલા ઓડિસાના લોકો ઉધોગ રોજગાર બંધ રહેતા બેકાર બન્યા હતા, જોકે વતન જવાને લઇને અનેક વખત રસ્તા પર ઉતર્યા હતા. સરકર અને તંત્ર દ્વારા ઓડિસાના લોકોને ટ્રેન મારફતે વતન મોકલવામાં આવતા હતા, પણ વતન પહોંચેલા શ્રમિકોમાંથી(workers) 52 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓડિસા હાઇકોર્ટ તમામ લોકો પર વતન આવવા પર પ્રતિબંધ મૂકી દઈ આદેશ કર્યો કે, વતન આવતા શ્રમિકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હશે તેને જ પ્રવેશ મળશે.

જેને પગલે ઓડિસા પોતાના વતન જવા માંગતા લોકો જે છેલ્લા લાંબા સમયથી વતન જવાની રાહ જોઈ બેઠા હતા, તે નિરાશ થયા છે. જોકે આજે વતન જવા માંગતા 500 લોકો અચાનક સિવિલ હોસ્પિટલ(civil hospital) કેપ્સમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલ ખાતે પોતાના રિપોર્ટ માટે લાંબી લાઈન લગાવી હતી.


સિવિલમાં ઓડિસાવાસીઓએ પોતાની જગ્યા પર પથ્થર મુકી એકબાજુ એકઠા થઈને વાતો કરતા પણ જોવા મળ્યા હતા. જેને પગલે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા પોલીસે આ તમામ લોકોને હોસ્પિટલ(Hospital)થી દૂર કર્યા હતા. ઓડિસા હાઈકોર્ટના આદેશ અનુસાર, વતન આવવા માંગતા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઓડીસામાં એન્ટ્રી મળશે, તેવો આદેશ કરતા લોકો હોસ્પિટલ ખાતે હવે મોટી સંખ્યામાં પહોંચતા તંત્રની ચિંતા પણ વધી ગઈ છે.
First published: May 8, 2020, 6:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading