સુરત : ચીન ડાયમંડના વેપાર પર પ્રતિબંધ મૂકે તો શું અસર થાય? જાણો બોર્ડર તણાવની હીરા જગત પર અસર

સુરત : ચીન ડાયમંડના વેપાર પર પ્રતિબંધ મૂકે તો શું અસર થાય? જાણો બોર્ડર તણાવની હીરા જગત પર અસર
પ્રતિકાત્મક તસવીર

ભારતનો ચીન કરતાં હૉંગકૉંગ સાથે હીરાનો મોટો વેપાર, ગત વર્ષે હોંગકોંગ સાથે થયો હતો 38 ટકા વેપાર, જાણો આ વર્ષે કેટલો ફટકો પડ્યો

  • Share this:
સુરત : હાલમાં ભારત અને ચીન બોર્ડર પર જે રીતે (India-china Border Row)  તણાવ વધી રહ્યો છે. જેની અસર ડાયમંડ ઉધોગ પર થયાનું લોકોનું (Effect on india-china row on diamond industry) અનુમાન છે. ત્યારે ભારતને ખાસ કરીને ગુજરાતના અને સુરતના ડાયમંડ (Surat diamond industry) ઉદ્યોગ પર તેની નહીંવત અસર જોવા મળી રહી છે. જોકે ચાઇના ડાયમંડ ઉધોગ પર જો પ્રતિબંધ મૂકે તો ચીનને મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. અને ભારતના વેપારીને એક નવો ઉધોગ મળે તેવી પરિસ્થિતી દેખાઈ રહી છે.

વિશ્વના 15 ડાયમંડ માંથી 14 ડાઈમંડનું કટીંગ અને પોલીસિંગ ભારત અને તેમાં પણ ગુજરાતના સુરતમાં થતું હોય છે. ત્યારે સૌથી વધુ ડાયમંડ વેપારીઓ ડાયમંડનો વેપાર (Surat Diamond trade with china) ચાઇના સાથે કરે છે, ત્યારે હાલમાં ચાઈના અને ભારતના બોર્ડર પર વધેલા તણાવને લઈને આ વેપારને મોટું નુકસાન થઈ રહ્યાનો અંદાજ લોકો લગાવી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ડાયમંડ ઉધોગ પર કોઈ અસર જોવા મળતી નથી. કારણ કે ભારતના વેપારીઓનો સૌથી વધુ ડાયમંડ વેપાર હોંગકોંગ (Hongkong) સાથે છે.આ પણ વાંચો :  રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીથી લઈને ઉદ્યોગપતિ-પત્રકારો સુધી, આ તમામ પર નજર રાખી રહ્યું છે ચીનઃ રિપોર્ટ

આ મુદ્દે ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ અને જેમ્સ એન્ડ જ્વેલેરી કાઉન્સિલના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે 'ગત વર્ષે ભારતના સુરતના વેપારીઓનો હોંગકોંગ સાથે 38 ટકા વેપાર થયો હતો અને ચાઈના સાથે માત્રે 4 ટકા વેપાર છે. જોકે ગત વર્ષની સરખામણી માં આ વર્ષે 36 ટકા વેપાર ઓછો થયો છે. તેની પાછળ કોરોના મહામારી પહેલાં ચાઈના અને ત્યાર બાદ ભારતમાં આવી હતી અને હજુ ચાર મહિના બાકી છે ત્યારે આ વેપાર પૂર્ણ થઈ જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.'

નાવડિયાએ ઉમેર્યુ કે 'બોર્ડર પર વધેલા તણાવને લઈને જો ચાઇમાં ભારતના ડાયમંડ પર પ્રતિબંધ મુકે તો તેનું નુકસાન ચાઈનાને ભોગવું પડશે. કારણ કે ચાઈના ડાયમંડ ભારત પાસેથી ખરીદી આ ડાયમંડ જવેલરી લગાવી આ જલેવરી દુનિયાના તમામ દેશમાં વેચતું હોય છે. એટલે કે માત્ર વેલ્યૂ એડિશનનું કામ કરે છે.'

ચીન પ્રતિબંધ મૂકે તો આફતમાં અવસર

જોકે ચાઈના પ્રતિબંધ મુકે તો ચાઈનાને જ મોટું નુકસાન થાય તેમ છે, ત્યારે ભારતના વેપારીઓને ડાયમંડ ઉદ્યોગ ખાતે વધુ એક સારી તક મળતા હવે ભારતના વેપારી આ ડાયમંડ જેવલેરી જાતે લગાવી વેલ્યૂ એડિશનનું કામ શરૂ કરી નાખ્યું છે, અને આગામી દિવસ બોર્ડર પર તણાવ વધે તો ભારતને વધુ એક મોટો ઉધોગ મળે તેમાં છે.

આ પણ વાંચો :   સુરત : પ્રણય ત્રિકોણમાં યુવકની ચાકુના ઘા ઝીંકી કરપીણ હત્યા, પ્રેમ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ

એટલેકે આ સમયમાં ડાયમંડ ઉધોગ માટે ગોલ્ડન સમય છે અને નુકસાન માત્ર અને માત્ર ચાઈનાને છે. ત્યારે હાલમાં ચાઈના ભારત પર પોતાનું દબાણ ઉભું કરવાનો જે પ્રયાસ કરી રહીયુ છે સરવાળે આ નુકસાન માત્ર ને માત્ર ચાઈનાને છે અને ભારત ને એક સુવર્ણતક આગામી દિવસ દેખાઈ રહી છે.
Published by:Jay Mishra
First published:September 14, 2020, 18:38 pm

ટૉપ ન્યૂઝ