સુરતમાં નોટબંધી સમયે સુરતના એક જવેલર્સ દ્વારા કરોડો રૂપિયાનો ચૂનો લગાવામાં આવ્યો હતો. આ મામલે સુરતના ભાજપના આગેવાન ભૂતપૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્મા દ્વારા દેશના પીએમને ટ્વીટ કરીને જાણકારી આપી વિવાદમાં આવ્યા હતા. જે બાદ તેમની સામે આયકર વિભાગ દ્વારા દરોડા પાળ્યા બાદ મળી આવેલી મિલકતની તપાસમાં ઇડી સાથે જોડાઈને તપાસ કરતા અનેક કર ચોરી સામે આવતા પીવીએમ શર્મા સામે EDએ સંકજો કસ્યો છે. EDએ પીવીએમ શર્મા ફ્લેટ, શોપ, પ્લોટ અને FD સહિત 2.70 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે.
સુરતના એક જ્વેલર્સ પર ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ નોટબંધીની રાત્રે 110 કરોડ રૂપિયાનું કાળું નાણું સફેદ કરી નાખ્યાનો વિવાદ ચાલી રહ્યો છે. ટ્વિટર પર મની- લોન્ડરિંગનો આરોપ લગાવી ચર્ચામાં આવ્યા હતા. કરોડો રૂપિયાના ટેક્સની ચોરી મામલે જાણકારી આપી ખુદ આઈટીની રડારમાં આવી ગયા હતા. જે બાદ શર્માના ઘરે ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. 3 દિવસ ચાલેલી રેડમાં આઇકર વિભાગને મોટા પ્રમાણમાં કાળું નાંણુ અને કરોડો રૂપિયાનીની મિલકત મળી આવી હતી.
ED attaches Flats, Shops, Plots, Fixed Deposits and Balances in Bank Accounts totaling to ₹ 2.70 Crores belonging to P.V.S. Sarma, Director of M/s Sanket Media Pvt. Ltd. and others in a case related to cheating and forgery.
આ મિલકત મળતાની સાથે આયકર દ્વારા તપાસ વધારવામાં આવી અને તપાસનો રેલો મુંબઈ ખાતે સુધી લાંબાવામાં આવ્યો હતો. જોકે, આ તપાસમાં પાછળથી ઇડી પણ તપાસમાં જોડાઇ હતી. પોતાના પર સકંજો કસાઇ રહ્યો હોય તેવું લગતા સંકેત મીડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર પીવીએસ શર્માએ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અગાઉ તેમના ઘરે આઈટીની રેડ પાડી ત્યારે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધાયેલો છે. જોકે, કાળા નાણાં સામે પીએમ મોદી સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા હતા. પહેલા દિવસની તપાસમાં શર્માની 10 મિલકતો મળી હતી. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે.
આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવતા હોવાનુ ખૂલ્યું હતુ. અત્યાર સુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચૂક્યા છે. જોકે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજરોજ ઇડી વિભાગ દ્વારા શર્માની જુદી જુદી મિલકત જેમકે, દુકાન, પ્લોટ અને FD સહિત 2.70 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી છે.