સુરત: માથાનો દુખાવો બનેલી ચીકલીગર ગેંગ ઝડપાઈ, કેમ Eco કાર જ ચોરતા? કરી કબૂલાત

સુરત: માથાનો દુખાવો બનેલી ચીકલીગર ગેંગ ઝડપાઈ, કેમ Eco કાર જ ચોરતા? કરી કબૂલાત
ચીકલી ગેંગની ધરપકડ

જો આરોપી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો દાનસીંગ નવલસીંગ હરીસીંગ બાવરી વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના દાખલ થયા છે

  • Share this:
સુરત શહેરમાં ઇકો ગાડીની સતત ચોરીની ઘટના વધી રહી છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને હકીકત મળી હતી કે, કેટલાક ચીકલીગર ગેંગના સભ્ય ઇકો ગાડીની ચોરી કરી ઘરફોડ ચોરી કરતા હોય છે. ત્યારે ભૂતકાળમાં બે પોલીસ સ્ટેશનમાં ગાડી ચોરીમાં સંડોવાયેલ ચીકલીગર ગેંગના સભ્યોની સંડોવણી છે, તેના આધારે પોલીસે 3 લોકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં કોરોના વાઇરસને લઈને લોકડાઉણમાં છૂટછાટ આપતાની સાથે ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે સુરતમાં બે પોલીસ સ્ટેશન હદમાં ગાડીની ચોરી થતી હોવાની ફરિયાદ આવી હતી. જોકે બંને જગ્યા પર ઇકો ગાડી ચોરાઈ હોવાનું સામે આવતા, પોલીસે આ મામલે તપાસ કરતા સુરતમાં ચીકલીગર ગેંગના સભ્યો ભુતકાળમાં આજ રીતે ઇકો કાર ચોરી કરી બાદમાં ચોરીના વાહનમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતા હતા. ગેંગના સભ્યોએ કબુલાત કરી કે, ઈકો કાર ચોરી કરી ઘરફોડ ચોરી કરવામાં સરળતા રહેતી હતી.પોલીસને માહિતી મળી હતી કે, ચીકલીગર ગેંગના સાગરીતોએ જ ચોરી કરી હોવાની હકીકત મળતા પોલીસે આ મામલે પાંડેસરા વિસ્તારમાંથી આરોપીઓ દાનસીંગ નવલસીંગ હરીસીંગ બાવરી જાતે વીકલીગર, અવતાર સીંગ અજાબસીંગ ભાદા જાતે- સીકલકર, સોનુનીંગ અજાબસીંગ ભાદા જાતે સીકલકરને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસને આ ઈસમો પાસેથી એક ઇકો ગાડી અને એક મોપેટ પણ કબજે કર્યું હતું. આ ઈસમો અનેક ગુનામાં પહેલા પણ ઝડપાઇ ચૂકયા છે, ત્યારે પોલીસે આ ઇસમોની પૂછપરછ કરતા આ ઈસમો એ ઇકો કાર તેઓએ તેમના સાગરીતો કાનાસીંગ નથ્થાસીંગ તેમજ સજુમીંગ કાર્સીંગની મદદથી રાંદેર વિસ્તારમાંથી ચોરી કરી હતી. તેમજ બીજી એક ઇકો કાર આજથી પંદરેક દિવસ પહેલા ખટોદરા વિસ્તારમાંથી તેના ઉપરોક્ત સાગરીતો સાથે ચોરી કરી પાલનપુર જકાતનાકા પાસે બીન વારસી મુકી દિધેલાની કબુલાત કરી હતી.

પોલીસને ખટોદરા અને રાંદેર પોલીસ સ્ટેશન હદ મથકેથી ગાડી ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે આ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.

જો આરોપી ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો દાનસીંગ નવલસીંગ હરીસીંગ બાવરી વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના દાખલ થયા છે, તેમાં રાંદેર પાંડેસરા અને સચિન વિસ્તારમાં બે ગુનામાં તેની અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. તો અવતારસીંગ અજાબસીંગ ભાદા વિરુદ્ધ સુરતના અલગ-અલગ વિસ્તારમાં 8 જેટલા ગુના દાખલ થયેલા છે. પોલીસને આશા છે કે, પકડાયેલ આરોપીની વધુ તપાસમાં અનેક ચોરીના ભેદડ ઉકલાય તેવી શક્યતા છે.
First published:June 11, 2020, 16:55 pm