Home /News /south-gujarat /

સુરત : પતિએ Lockdownમાં કર્યું અશોભનીય વર્તન, પત્નીની ફરિયાદ સાંભળી પણ પોલીસ ચોંકી

સુરત : પતિએ Lockdownમાં કર્યું અશોભનીય વર્તન, પત્નીની ફરિયાદ સાંભળી પણ પોલીસ ચોંકી

ફાઈલ ફોટો

બિનીતાએ વર્ષ 2002માં કતારગામ જીઆઇડીસીમાં ઇન્ડિયન ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા અમિતકુમાર પાલ સાથે આંખ મળી જતા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા.

સુરત  : કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલે છે ત્યારે, પોલીસ લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપે છે, ત્યારે સુરતમાં પતિ-પત્ની વચ્ચેની બબાલનો એક મામલો સામે આવ્યો છે, જેમાં પતિએ પત્નીને ઢોર માર મારી લોકડાઉનના સમયમાં ઘરની બહાર કાઢી મુકી છે.

સુરતમાં કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલે છે, ત્યારે પોલીસ મથકે એક એવો મામલો આવ્યો જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક મહિલા તેના બાળક સાથે પોલીસ સ્ટેશન પહોંચી, તેણે પોલીસને કહ્યું, લોકડાઉનના સમયમાં તેનો પતિએ દહેજની માંગણી કરીને તેને ઢોર મારીને બાળક સાથે ઘરમાંથી કાઢી મુકી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના અઠવાલાઇન્સ સ્થિત લાલ બંગલા નજીક સાંઇ પ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતી બિનીતાએ વર્ષ 2002માં કતારગામ જીઆઇડીસીમાં ઇન્ડિયન ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા અમિતકુમાર પાલ સાથે આંખ મળી જતા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન પરિવારની મરજી વિરુદ્ધ થતા બિનીતા અમિત સાથે ઉધના-મગદલ્લા રોડ સ્થિત આવાસમાં રહેવા લાગ્યા હતા.

બંને વચ્ચે લગ્નજીવ શાંતિથી અને પ્રેમથી પસાર થઈ રહ્યું હતું, મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ આ પરિવાર સુરતના અડાજણ આનંદ મહલ સ્થિત આનંદ ફલેટમાં રહેવા આવી ગયો હતો. છેલ્લા 12 વર્ષથી આ જગ્યા પર રહેવા લાગ્યા હતા.

પરિવારની મરજી વિરૂધ્ધ બિનીતાએ અમિત સાથે પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ દહેજ લાલચુ અમિત દ્વારા બિનીતાને વારંવાર ત્રાસ આપી દહેજની માંગણી કરવામાં આવતી હતી. હાલમાં ચાલી રહેલા લોકડાઉન અંતર્ગત પણ પતિ અમિત દ્વારા બિનીતાને રોજબરોજ ત્રાસ ગુજારી સતત લોકડાઉન વચ્ચે રૂપિયા લાવવા પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હતું. પિયરમાંથી પૈસા લઇ આવવા અથવા તો પિતાના ફલેટમાં ભાગ માંગવા દબાણ કરતો હતો.

ગત તા. 31 માર્ચના રોજ પણ અમિતે બિનીતાને માર માર્યો હતો, જેથી બિનીતાએ પતિના ત્રાસની જાણ માતા-પિતાને કરી હતી. પરંતુ માતા-પિતાએ તેઓ હયાત છે ત્યાં સુધી ભાગ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, જેને લઇને પત્નીએ પતિ અમિતને સમગ્ર મામલે વાતની જાણ કરી હતી. પરંતુ પતિએ ગત તારીખ 24 એપ્રિલના રોજ ફરી દહેજ માટે ઝઘડો કરી બિનીતાને માર મારી ડાબી પાસળીમાં ઇજા પહોંચાડી, લોકડાઉનની સ્થિતિ વચ્ચે ઘરમાંથી કાઢી મુકી હતી.

જોકે બિનીતાએ પુત્ર રચિતના ભવિષ્યને ધ્યાનમાં લઇ પતિ સાથે સમાધાન કરી લીધું હતું. પરંતુ અમિતે પુનઃ બીજા દિવસે ઝઘડો કરી માર મારી બિનીતા ઘરેથી જવેલરીનું જે કામ કરતી હતી તે તમામ સોના-ચાંદીના દાગીના લઇ લીધા હતા. જેથી છેવટે પતિના ત્રાસથી કંટાળી પતિનું ઘર છોડીને પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી હતી. બિનીતાએ અમિત વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઇને પોલીસે આ મામલે ફરિયાદના આધારે વધુ તપાસ શરુ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Domestic Violance, Husband wife fight, Lockdown 2.0, Surat police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन