સુરત : 3.11 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળ પકડાયા પછી પણ ન સુધર્યો વેપારી, 61.23 લાખનો D-માલ ઝડપાયો

સુરત : 3.11 કરોડની ડુપ્લીકેટ ઘડિયાળ પકડાયા પછી પણ ન સુધર્યો વેપારી, 61.23 લાખનો D-માલ ઝડપાયો
સના ટાઇમમાં અગાઉ પણ પડ્યા હતા દરોડા

ફેબ્રુઆરી મહિનામાં આ જ દુકાનમાં દરોડામાં કોરોડનો માલ પકડાયા પછી પણ વેપારીની શાન ઠેકાણે ન પડી, મહિધરપુરા પોલીસે દરોડા પાડતા લાખોનો માલ ઝડપાઈ ગયો

  • Share this:
સુરત : સુરતની મહિધરપુરા પોલીસે (Surat Police) ગઈકાલે ભાગળની એક દુકાનમાં દરોડા પાડી અને ડુપ્લીકેટ ઘડિયાળનો (Duplicate Watch) લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘડિયાળની કિંમત અધધ 31.23 લાખ રૂપિયા થાય છે. આમ ઓરિજિનલના નામે સુરતીઓને ડુપ્લીકેટ પધરાવનાર સુરતના ઠગ વેપારીની પોલ ખુલી જતા મહિધરપુરા પોલીસે દરોડા પાડ્યા હતા.

ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં ગઈકાલે સ્થાનિક મહિધરપુરા પોલીસે છાપો મારી રૂ.61.23 લાખની કિંતમની અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ ઘડીયાળ નંગ- 2075 સાથે માલીકની ધરપકડ કરી હતી. આ જ દુકાનમાં ફેબ્રુઆરી મહિનામાં સીઆઈડી ક્રાઈમની ટીમે પણ છાપો મારી રૂપિયા 3.31 કરોડની ડુપ્લીકેટ ઘડીયાળના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી હતી. જોકે કરોડોનો માલ પકડાયા પછી વેપારીએ સુધરવાનું નામ લીધુ નહોતું અને ફરી લાખો રૂપિયાનો માલ રાખતા પોલીસે ઝડપી પાડ્યો હતો.મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીઆઈ આર.કે.ધુલીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો ગજરોજ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ વાલજીભાઇ હડીયાને મળેલી બાતમીના આધારે ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો.

આ પણ વાંચો : સુરત : વરાછાના રોયલ કાર મેળામાંથી ઠગ કાર લઈ રફૂચક્કર, જે બાઇક લઈને આવ્યો હતો તે પણ ચોરીની નીકળી

હજારો રૂપિયાના ભાવે વેચાતી હતી ડુપ્લીકેટ ઘડિયાળ

પોલીસને દુકાનમાંથી જાણીતી બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્નાઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, પોલીસ, સી.કે, ડીઝલ, લ્યુમીનર, રોલેક્ષ, ઍડમરપીઝટ, ફ્રેક્મીલર, કોરમ, યુલીસનાડીન, જી શોક, માઉન્ટ બ્લેક, ઇનવિકટા, માઇકલ કોર્સ, સેવન ફ્રાઇડે, ફોસીલ, સનેલ, ગેસ, જીસી, ડીઓર, ગુચી, પેટેકફિલીપ, વર્સાચી કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ રૂપીયા 61,23 ,000ની  કિંમતની ડુપ્લીકેટ ઘડીયાળ નંગ- 2075 નંગ કબજે કરી હતી. તેમજ દુકાનના માલિક ઇરફાન નુરમોહમદ મેમણ ( ઉ.વ.42 રહે.દાદાભાઇ નગર, કઠોર, કામરેજ ) ની ધરપકડ કરી ત્રણ મોબાઇલ સાથે કુલ રૂપીયા 61,30,000નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :    સુરત : 24 કલાકમાં જ હત્યાની બીજી ઘટના, યુવકનો શ્વાસ છૂટ્યો ત્યાં સુધી ફટકાં મારતો રહ્યો 'ખૂની'

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમે મળેલી ફરિયાદના આધારે આ જ દુકાનમાં રેડ કરી ત્યાંથી તેમજ તેમના ભાજીવાળી પોળમાં આવેલા ગોડાઉનમાંથી રૂ.3.31 કરોડની કિંમતની જાણીતી બ્રાન્ડની  ડુપ્લીકેટ ઘડીયાળ નંગ-11031 કબજે કરી હતી. સીઆઇડી ક્રાઇમે તે સમયે ઇરફાન ઉપરાંત તેના ભાઇ ઇમ્તિયાઝની પણ ધરપકડ કરી હતી.
Published by:Jay Mishra
First published:December 14, 2020, 17:14 pm

ટૉપ ન્યૂઝ