એવરેસ્ટ મસાલાનું બનાવટી કારખાનું ઝડપાયું, ત્રણની ધરપકડ

Network18 | News18 Gujarati
Updated: November 15, 2017, 5:46 PM IST
એવરેસ્ટ મસાલાનું બનાવટી કારખાનું  ઝડપાયું, ત્રણની ધરપકડ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હલધારું ગામે એક રહેણાક મકાન માંથી એવરેસ્ટ કંપનીના નામે બનાવટી મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું. સુરત જિલ્લા LCB તેમજ SOG એ સૈયુક્ત રીતે રેડ
Network18 | News18 Gujarati
Updated: November 15, 2017, 5:46 PM IST
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હલધારું ગામે એક રહેણાક મકાન માંથી એવરેસ્ટ કંપનીના નામે બનાવટી મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું. સુરત જિલ્લા LCB તેમજ SOG એ સંયુક્ત રીતે રેડ કરતા મોટી માત્રમાં મુદ્દામાલ મળી આવતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમોથી ધમધમતા પલસાણા તાલુકા માંથી બનાવતી મસાલા બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા હતા ચેડાં. બ્રાન્ડેડ કંપનીના લોગો માં મસાલો પેક કરી બજાર માં વેચવાનો કારોબાર અહીં ચાલતો હતો. પલસાણા તાલુકા ના હલધારું ગામની સીમામાં સાઈ કુટીર સોસાયટીના 165 નંબરના રો હાઉસમાં આ કારોબાર ચાલતો હતો. મસાલા માટે પ્રખ્યાત એવરેસ્ટ કંપનીના લોગોનો ઉપયોગ કરી બનાવતી મસાલો બનાવતું કારખાનું ચાલતું હતું. બાતમી આધારે સુરત ગ્રામ્ય LCB અને SOGએ સ્થળ ઉપર છાપો મારતા ખાવાની વાનગીઓ માં વપરાતા મસાલાઓ, મશીનરી મળી 6 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી.

આ આરોપીઓ માં શ્રવણ ઉર્ફે તુલસી રામ મેવાડા , પ્રશારામ ઉર્ફે દુહારામ પરમાર, છગન લાલ ઉર્ફે નારાયણ ભાટી ત્રણેય સાઈકુટિર સોસાયટી માં રહેતા હતા. અને તેઓ રહેણાક વિસ્તારો માં ઘર રાખી કારોબાર ચલાવતા હતા. એવરેસ્ટ મસાલા ના લોગો નો ઉપયોગ કરી બનાવટી કારોબાર ચલાવતા હોવાથી મૂળ કંપની એવરેસ્ટ મસાલા ના સત્તાધીશો નો સમ્પર્ક કરી વધુ તોએ શરૂ કરી છે. ત્યારે હવે અત્યાર સુધી માં કેટલા પ્રમાણ માં અને કઈ કઈ જગ્યા એ મસાલા માર્કેટ માં ફરતા કર્યા છે. એ તમામ બાબતે વિગતો મેળવવા પોલીસ તપાસ કરશે.
First published: November 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर