સુરત : ઉમટેલી ભીડનાં કારણે APMC માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ, તાત્કાલિક બોલીવી મિટિંગ


Updated: April 5, 2020, 2:26 PM IST
સુરત : ઉમટેલી ભીડનાં કારણે APMC માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ, તાત્કાલિક બોલીવી મિટિંગ
સરદાર માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ છે.

  • Share this:
સુરત : કોરોના વાઇરસ ને લઈને લોકડાઉન સરકાર દ્વારા આપવામાં આવ્યુ છે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું જાહેરાત કરવામાં આવ્યું છે ત્યારે સરદાર માર્કેટ ખાતે શાકભાજી લેવા માટે હજારોની ભીડ માર્કેટ ખાતે ઉમટી પડી હતી. તે  દરમિયાન ધક્કા મુક્કી કરતા જોવા મળ્યા હતા. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઇને તાત્કાલિક એક બેઠકનું આયોજન કર્યું છે. લોકડાઉન પાલન થાય તે બાબતે મિટીંગ કરવામાં આવી છે અને શાકભાજી માર્કેટ અચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવ્યું છે.

કોરોના વાયરસનાં સંક્રમણ ચેઇન તોડવા માટે સરકાર દ્વારા 21 દિવસનું લૉકડાઉન આપવામાં આવ્યુ છે. લોકો જરૂરી ચીજ વસ્તુ  લેવા સિવાય બહાર નહિ નીકળવા માટે કહેવામાં આવ્યુ છે. આ અંગે  લોકો આનું પાલન કરે  તે માટે તંત્ર કડક પગલા લઇ રહ્યું છે. તો પણ, સુરતના સરદાર માર્કેટ ખાતે લોકો મોટી સંખ્યા શાકભાજી લેવા પોહચતા હોય છે.  જોકે, ગતરોજ એક બે નહીં પણ, હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ સાથે માર્કેટમાં પ્રવેશ કરવા ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો -  Coronavirus : રાજકોટમાં 75 વર્ષનાં વૃદ્ધાએ કોરોનાને હરાવી કહ્યું, 'ભય ગયો અને ભરોસો વધ્યો'

આ વાતની ગંભીરતા સમજીને પોલીસ કમિશનર કલેક્ટર સાથે મનપા કમિશનર  અને નોડલ ઓફિસરની આગેવાનીમાં  એક મિટિંગ કરવામાં આવી છે.  જેમાં આગામી દિવસ કોરોના દર્દી વધે નહીં અને લૉકડાઉન પાલન થાય તે માટે આજથી અચોકસ મુદત માટે શાકભાજી માર્કેટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, શાકભાજી અને જરૂરી ચીજ વસ્તુમાં આવતી હોવાથી હવે આ જરૂરિયાત લોકો શુધી કેવી રીતે પોહચે તે માટે હાલમાં મિટીંગ ચાલી રહી છે.
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading