સુરતમાં અનરાધાર વરસાદ, માંગરોળ જિલ્લામાં 8થી વધુ વાછરડાં તણાયા

સુરતમાં અનરાધાર વરસાદ, માંગરોળ જિલ્લામાં 8થી વધુ વાછરડાં તણાયા
માંગરોળ તાલુકામાં 8થી વધુ વાછરડાનાં મોત થયા

લસકાણાથી ખોલવડ ગામનો વચ્ચેનો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થઇ જતા લોકોને 7 કિલોમીટર ફરીને જવું પડે છે.

 • Share this:
  કેતન પટેલ/કિર્તેશ પટેલ, સુરત : રાજ્યભરમાં વરસાદે દસ્તક આપી છે, અનેક જગ્યાએ વરસાદી મહેર વરસી રહી છે. સુરતમાં ફરી ઠંડા પવન સાથે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ ગઇકાલ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. એક તરફ સામાન્ય માણસો અને ખેડૂતો જ્યાં વરસાદ વરસવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે ત્યાં બીજી તરફ માંગરોળ તાલુકામાં 8થી વધુ વાછરડાનાં મોત થયાની જાણકારી સામે આવી રહી છે. 300થી વધુ પ્રાણીઓને બચાવવામાં આવ્યાં છે.

  8થી વધારે પશુઓ તણાયા  માંગરોળ તાલુકામાં ચાર કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મોટીપારડી ગામ બેટમાં ફેરવાઇ ગયું હોવાને કારણે સીમમાં માલધારી અને પશુઓ ફસાયા ફસાઇ ગયા છે. આ વપસાદી પાણી ભરાવવાને કારણે 8થી વધુ વાછરડાનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ધોધમાર વરસાદમાં પશુઓ તણાઇ રહ્યાં છે. સ્થાનિકો પશુધનને બચાવવા માટે કામે લાગ્યા છે. ગામમાં વીજપોલ તૂટી જતા અંધારપટની સ્થિતિ થઇ છે. આ બધી વાતોથી જાણે સ્થાનિક તંત્ર અજાણ હોય તેમ કોઇ મદદ કાર્ય કરવામાં આવી નથી રહ્યું.

  લસકાણાથી ખોલવડ વચ્ચેનો રસ્તો બંધ

  કામરેજમાં ભારે વરસાદને કારણે ખાડી ઉભરાઈ ગઇ છે. જેના કારણે લસકાણાથી ખોલવડ ગામનો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થઇ જતા લોકોને 7 કિલોમીટર ફરીને જવું પડે છે. મહત્વનું છે કે આ ખાડી પર બ્રિજ બનવાનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યું છે. આ કામ પુરૂં ન થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ

  3 જૂલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

  હવામાના વિભાગે આગાહી પ્રમાણે રાજ્યમાં 3 જૂલાઈથી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેધર વોચ કમિટીની મળેલી બેઠકમાં આ આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ભારેથી અતિભારે વરસાદને લઈ SDRFને એલર્ટ રહેવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં 3 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી તંત્ર એલર્ટમાં આવી ગયું છે. વેધર વોચ કમિટીની બેઠકમાં એસડીઆરએફને એલર્ટના આદેશ આપી દેવામાં આવ્યા છે. એસડીઆરએફને તમામ સાધન સામગ્રી સાથે એલર્ટ રહેવા માટેના આદેશ અપાયા છે.
  First published:June 28, 2019, 12:38 pm

  ટૉપ ન્યૂઝ