સુરત : કાજુ-બદામ સહિતનું 31 લાખનું ડ્રાયફૂટ ચોરનાર 2ની ધરપકડ

સુરત : કાજુ-બદામ સહિતનું 31 લાખનું ડ્રાયફૂટ ચોરનાર 2ની ધરપકડ
બે ચોર ઝડપાયા

ગોડાઉન નજીક લાગેલ સી.સી.ટીવી ફૂટેજને ચેક કરતા આ દુકાનમાંથી ચોરી કરતા ચોરની ગતિ વિધિ દેખાઈ હતી

  • Share this:
સુરત : શહેરના દરેક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા છે, એવામાં તસ્કરો જાણે ઠંડા કલેજે ચોરીઓના ગુનાઓને અંજામ આપી રહ્યા હોય તેવું પણ શહેરમાં થતી રોજ બરોજની ચોરીની ઘટનાઓને જોઈ ને લાગી રહ્યું છે. ત્યારે શહેરના લાલગેટ પોલીસ હદ વિસ્તારમાં બનેલ ડ્રાયફ્રૂટ ચોરીની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ લાલગેટ વિસ્તારમાં આવેલ એક ડ્રાયફૂટના ગોડાઉનના તાળા તોડી લાખો રૂપિયાનો માલ ચોરીને રફુચક્કર થતા ગોડાઉનમાં લાગેલ સી.સી.ટીવીમાં કેદ થયા હતા, જેના આધારે પોલીસે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં હવે મકાનો- દુકાનોની સાથે ગોડાઉન પણ સેફ નથી રહ્યા. શહેરમાં 31 લાખ કરતા વધુના ડ્રાયફૂટ ચોરીની ઘટના આવી છે, જેને લઇને ચકચાર મચી જવા પામી છે. અડાજણ ખાતે રહેતા મહેશ કુમાર બામણીયાએ પોલીસ ફરિયાદ કરી હતી કે, તેઓ શુક્રવારે રાત્રે હરિ પુરા કાંસકીવાડ ખાતે આવેલ તેમના ડ્રાયફુડના ગોડાઉનને તાળા મારી ઘરે ગયા હતા, તે દરમિયાન રાત્રિના સમયે બે તસ્કરો તેમના ગોડાઉનમાં ત્રાટક્યા હતા અને ગોડાઉનમાં મુકેલ અલગ-અલગ કિંમતનો ડ્રાયફૂટના સમાનના કોથળા અને કુલ્લે 317 નંગ કાર્ટૂન ચોરીને નાસી ગયા હતા.આ પણ વાંચો - સુરત: મોર્નિંગ વોક પર નીકળેલી પરિણીતાનું અકસ્માતથી મોત, 'વીમો પકવવા પતિએ કરાવી હત્યા': પીયરપક્ષ

આ ઘટના અંતર્ગત ગોડાઉનના મલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગોડાઉન નજીક લાગેલ સી.સી.ટીવી ફૂટેજને ચેક કરતા આ દુકાનમાંથી ચોરી કરતા ચોરની ગતિ વિધિ દેખાઈ હતી. આ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરુ કરતા ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં અવાર-નવાર ઘરફોડ ચોરીઓના બનવોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં તસ્કરો જાણે ચોરીની ઘટનાઓને અંજામ આપીને પોલીસ તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોઈ તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. જોકે પોલીસે આ ઈસમો પાસેથી ચોરીનો મુદામાલ કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:January 18, 2021, 18:59 pm

ટૉપ ન્યૂઝ