સુરત: 'coronaના બાપથીએ મને કઈં ના થાય, હું તો આળોટે', દારૂડિયા યુવકનો તમાશો Videoમાં કેદ


Updated: August 28, 2020, 8:16 PM IST
સુરત: 'coronaના બાપથીએ મને કઈં ના થાય, હું તો આળોટે', દારૂડિયા યુવકનો તમાશો Videoમાં કેદ
વીડિયો પરથી તસવીર

માતા પિતાના સોગંધ ખાતા યુવક કહેતો હતો કે આવી ભૂલ બીજીવાર નહીં કરૂં છોડી મુકો. જો કે પોલીસે તેને ઝડપી લીધો હતો.

  • Share this:
સુરતઃ ગાંધીના ગુજરાત દારૂ બંધી હોવા છતાં દારૂ જાહેરમાં વેચાય છે ત્યારે આજે સુરતના (surat) નાનપુરા વિસ્તારમાં નાનપુરા માછીવાડમાં યુવકે દારૂના નશામાં ધૂત થઈને હોબાળો મચાવ્યો હતો. જેથી કંટાળેલા સ્થાનિકોએ પોલીસને ફોન (Police) કરી દીધો હતો. પોલીસથી પણ ન ડરતો હોવાના લવારા કરતાં યુવકના પોલીસને જોઈને મોતિયા મરી ગયા હતાં. પોલીસને બે હાથ જોડીને છોડી મુકવા વિનંતી કરવા લાગ્યો હતો. જો કે, અઠવા પોલીસની (Athava Police PCR) પીસીઆર વેનમાં આવેલા કોન્સ્ટેબલોએ યુવકને ઝડપી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં. જેથી સ્થાનિકોને દારૂના નશામાં લવારા કરતા યુવકના ત્રાસમાંથી મુક્તિ મળી હતી.

ગાંધીના ગુજરાત માં આમતો દારૂ બધી છે પણ આ દારૂ બાંધી વચ્ચે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરતમાં અનેક લોકો જાહેરમાં દારૂ પિતા જોવા મળે છે. ત્યારે સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા  માછીવાડમાં યુવક દારૂ પીને ભાન ભૂલી ગયો હોય તે રીતે લવારા કરતો હતો.

જોકે આ યુવાન એટલી હદે છાટકો બન્યો હતો કે લોકો તેને સમજવા જતા આ યુવાન રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીમાં આળોટવા લાગ્યો હતો. સાથે જ પોલીસથી ન ડરતો હોવાનું અને કોરોના પણ અસર ન કરજોકે થોડી વર્મા પોલીસ બનાવ વળી જગિયા પર પોહચી હતી જોકે દારૂંપીને છટકો બનેલો યુવાન પોલીસની પીસીઆર વાન આવતાં જ  ઢીલો પડી ગયો હતો.

આ પણ વાંચોઃ- સુરતઃ Coronaમાં બેકાર બનેલા મેનેજરનું કારસ્તાન, શેઠના ગોડાઉનમાંથી ચોરી લીધી લાખો રૂપિયાની સીગારેટ

પોલીસના જવાનોને હાથ પગ જોડીને છોડી મુકવા વિનંતી કરવા લાગ્યો હતો. પોલીસનો ડર ન હોવાની મોટી મોટી વાતો નશામાં કરનારો યુવક પોલીસની ગાડીમાં બેસતા જ ભાનમાં આવ્યો હોય તેમ રડવા લાગ્યો હતો દારૂડીયા યુવકને નશાની હાલતમાં પોલીસે ઝડપી લીધા બાદ પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું યુવક સ્વિકારવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યુંઆ પણ વાંચોઃ-ગંભીર બેદરકારી! ઓપરેશનમાં મહિલાના પેટમાં રૂમાલ ભૂલીને ડોક્ટરે લગાવી દીધા ટાંકા અને પછી..

માતા પિતાના સોગંધ ખાતા યુવક કહેતો હતો કે આવી ભૂલ બીજીવાર નહીં કરૂં છોડી મુકો. જો કે પોલીસે તેને ઝડપી લીધો હતો અને સ્થાનિકોએ આ યુવકની હરકતોના વીડિયો કેમેરામાં કેદ કરી લીધા હતાં.જોકે પોલીસે આયુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જોકે યુવાને સમગ્ર વિસ્તારમાં ધમાલ ચકડી મચાવી હતી જોકે પોલીસ આ યુવાન ને લઇ જતા સમગ્ર વિત્તરમાં લોકોને હાશકારો થયો હતો.
Published by: ankit patel
First published: August 28, 2020, 8:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading