સુરતના હજીરા પોર્ટ પરથી આફ્રિકા મોકલવાનું આવતું રૂ.1.5 કરોડનું ડ્રગ્સ પકડાયું, ચારની અટકાયત


Updated: July 8, 2020, 10:04 PM IST
સુરતના હજીરા પોર્ટ પરથી આફ્રિકા મોકલવાનું આવતું રૂ.1.5 કરોડનું ડ્રગ્સ પકડાયું, ચારની અટકાયત
પકડાયેલા ડ્રગ્સની તસવીર

DRI વિભાગને બાતમી મળી હતી કે હજીરા પોર્ટથી અન્ય દેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ પણ આ પોર્ટ પરથી મોકલવામાં આવે છે.

  • Share this:
સુરતઃ સુરત ખાતે આવેલા હજીરા પોર્ટ (Hazira Port) આમતો વેરા ઉધોગ મટેનું મોટું હબ છે ત્યરે છાસ વારે DRI વિભાગ દ્વારા અહીથી થતી દાણચોરી પકડી પાડવામાં આવે છે ત્યારે આજે DRI વિભાગે દરોડા પાડીને આફ્રિકા મોકામાં આવતું રૂપિયા 1.5 કરોડનું ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. જોકે ચાર લોકોની અટકાયત કરીને DRI વિભાગે તેમની પૂછપરછ હાથ ધરી છે

સુરતના હજીરા ખાતે આવેલું પોર્ટ આમ તો હજીરા વિસ્તરમાં આવેલી આવેલી અનેક કંપની માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. જોકે અહીં ઉધોગ સાથે સંકળાયેલી વસ્તુ સિવાય કોઈપણ પ્રકારની વસ્તુ લાવા અથવા લઇ જવામાં આવતી નથી. જેથી આ હજીરા પોર્ટ દાણચોરો માટે સ્વર્ગ બની ગયું છે.

અહીંથી છેલ્લા લાંબા સમયથી અનેક વસ્તુની દાણચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ બાદ સતત DRI વિભાગ નજર રાખતું હતું. ત્યારે કેટલીક વાર સિગારેટ અને કેટલીક વાર લાલા ચંદન દાણચોરીમાં પકડાય હતા.

આ પણ વાંચોઃ-સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા યુવાનો મેદાને! ગુજરાતમાં પ્રથમવાર કોરોના દર્દીઓની સેવા માટે યુવાનોને અપાઈ ટ્રેનિંગ

ડ્રગ્સની તસવીર


આ પણ વાંચોઃ-દુનિયામાં સૌથી વધારે વેચાતી 25 Whisky બ્રાન્ડ, જેમાંથી 13 ભારતીય, જાણો કઈ કઈ બ્રાન્ડ છેઆ વખતે DRI વિભાગને બાતમી મળી હતી કે હજીરા પોર્ટથી અન્ય દેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ પણ આ પોર્ટ પરથી મોકલવામાં આવે છે. ત્યારે આ બાતમીના આધારે વોચ રાખીને આજે DRI વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આફ્રિકા ખાતે દવાનો જથ્થો મોકલવામાં આવતો હતો. તેવું જાણવા મળ્યું હતું.


જોકે અધિકારી દ્વારા તપાસ કરતા ટ્રમડોલ 225 એમજી નામની દવા તે આમ તો ડ્રગ કહેવાય તે મળી આવી હતી. DRI વિભાગ દ્વારા અંદાજીત 1.5 કરોડ રૂપિયાનો આ ડ્રગનો જથ્થો ઝડપી પડી તેની સાથે સંકળાયેલા એટલેકે જથ્થો મોકલનાર ચાર લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગનો જથ્થો ક્યાંથી લેવામાં આવતો હતો અને આફ્રિકામાં કોને પહોંચાડવામાં આવવાનો હતો. તે દિશામાં DRI વિભાગે તપાસ સાહરુ કરી છે.
Published by: ankit patel
First published: July 8, 2020, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading