ડ્રોન વીડિયો : સુરતમાં ત્રીજા દિવસે પણ રસ્તા પર ભરાયેલા છે ગટરનાં પાણી

ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમની સપાટી વધતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

News18 Gujarati
Updated: August 12, 2019, 11:41 AM IST
ડ્રોન વીડિયો : સુરતમાં ત્રીજા દિવસે પણ રસ્તા પર ભરાયેલા છે ગટરનાં પાણી
ડ્રોન તસવીર
News18 Gujarati
Updated: August 12, 2019, 11:41 AM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં તાપીમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ફ્લડ ગેટ બંધ કરી દેવાતા વેડ રોડ, કાદરશાની નાળમાં રસ્તાઓ પાણીમાં ગરક થઈ ગયા છે. વરસાદ બાદ સતત ત્રીજા દિવસે આ વિસ્તારોમાં પાણી ભરાયેલા રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

ગટરિયાં પૂરથી લોકો પરેશાન

ઉલ્લેખનીય છે કે ઉકાઇ ડેમની સપાટી વધતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ગટરનું પાણી બહાર ઠલવાતું બંધ થતાં તે રસ્તા પર ફરી વળ્યું હતું. ફ્લડ ગેટ બંધ કરી દેતા કતારગામ ઝોનના વેડરોડ, બહૂચરાજી, પંડોળ વિસ્તારમાં પાણી બેક મારવા લાગ્યા હતા. આ રસ્તાઓ પર એકથી અઢી ઇંચ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. ઘરો બહાર જ પાણી ભરાઈ રહેતા લોકો પણ પરેશાન થઈ ગયા હતા.કયા કયા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં

ફલ્ડ ગેટ બંધ થતાં નીચાણવાળા વિસ્તારો જેવા કે હોળી બંગલા, પંડોળ, ભરીમાતા, કાદરશાની નાળમાં રસ્તા પર પાણી ભરાયા હતા. પાણીને કારણે સ્થાનિક લોકોએ ઘરમાં જ રહેવું પડ્યું હતું.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...