સુરતમાં કોરોનાની રફતાર ઘટી, બપોર સુધીમાં 134 નવા કેસ નોંધાયા, શહેરનો રિકવરી રેટ 93% થયો

સુરતમાં કોરોનાની રફતાર ઘટી, બપોર સુધીમાં 134 નવા કેસ નોંધાયા, શહેરનો રિકવરી રેટ 93% થયો
તસવીર: @AmdavadAMC

કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થતાં સુરીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર બિન્દાસ ફરતા થયા, તંત્રની ચિંતા વધી.

  • Share this:
સુરત: સુરતમાં કોરોનાની રફતાર (Coronavirus Cases drop in Surat) ઘટી છે. બીજી તરફ જીવલેણ કોરોનાનો હવે સુરતીઓને પણ કોઈ ડર રહ્યો ન હોય તેમ તેઓ બિન્દાસ ફરતા થઈ ગયા છે. આ તરફ કોરોનાની રફતાર પણ ઓછી થઈ છે. હવે પહેલાની સરખામણીમાં પોઝિટિવ કેસ (Corona Positive Cases)ની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. જોકે, આ દરમિયાન શહેરમાં ફરીથી સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર પણ તકેદારી રાખી રહ્યું છે. કારણ કે કેસની સંખ્યા ઘટતા જ લોકો બેદરકાર બનીને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) રાખતા નથી અને માસ્ક વગર ફરતા થઈ જાય છે. આ કારણે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ફરીથી વધવાનું જોખમ રહેલું છે.

તંત્રની ચિંતા અને બિન્દાસ બનેલા સુરતીઓ વચ્ચે આજે બપોર સુધી શહેરમાં 78 અને જિલ્લામાં 56 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વઘીને 34,288 પર પહોંચી છે.મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં આજે સવારે કોરોના પોઝિટિવના નવા 78 કેસ સપાટી ઉપર આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 24,886 ઉપર પહોંચી છે. જેની સામે સામે 22,815 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. શહેરમાં રિકવરી રેટ 92 ટકા છે. બીજી તરફ કોરોનાથી શહેરમાં 711 દર્દીનાં મોત થયા છે.

આ પણ વાંચો: ગોવાા નાયબ મુખ્યમંત્રીના ફોનમાંથી મોકલવામાં આવ્યો અશ્લીલ વીડિયો, ફોન હૅક થયાનો દાવો

આ જ પ્રમાણે પ્રમાણે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે બપોર સુધી 56 કેસ બહાર આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 9,402 થઈ છે. તેની સામે 8352 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યાં છે. જિલ્લામાં કોરોનાથી 273 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: તંત્રની બેવડી નીતિથી લોકોમાં રોષ, સુરતમાં બીજેપી કોર્પોરેટર માસ્ક ઉતારીને ગરબે ઘૂમ્યાં!

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતીઓમાં હવે કોરોનાાનો ડર રહ્યો નથી. તેઓ હવે બિન્દાસ થઈને પોતાના કામ ધંધા ઉપર લાગી ગયા છે તેમજ હરવા ફરવા લાગ્યા છે. આ કારણે તંત્રની ચિંતા પણ વધી છે. કારણ કે લોકો આવી રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર ફરવા લાગશે તો ફરીથી પોઝિટિવ કેસની સંખ્યા વધવાનું જોખમ રહેલું છે.

આ પણ જુઓ-

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ તાજેતરમાં જણાવ્યું છે કે તહેવારોની સિઝન અને શિયાળાના આગમનને પગલે દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી શકે છે. બીજી તરફ દેશમાં કોરોનાની રસીનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે તેનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે ગુજરાતમાં પણ સર્વે્ શરૂ કરી દેવામાં આવ્યો છે. રસીના ટ્રાન્સપોર્ટેશનથી લઈને તેના સ્ટોરેજ સુધીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે ખાસ એપ્લિકેશન પણ બનાવવામાં આવી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:October 20, 2020, 14:46 pm

ટૉપ ન્યૂઝ