surat crime news: માથાભારે ઇસમની છાપ ધરાવતા સાગર ભરવાડ સાથે જમવા બાબતે થોડા સમય પહેલા ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને સાગર ભરવાડ સહિત 8 યુવકો લાકડી-ફટકા સાથે આ રેસ્ટોરન્ટમાં (Restaurant) આવી ચડયો હતો.
સુરતઃ સુરતમાં (surat crime news) અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં કર્ફ્યુ (curfew) વચ્ચે એક રેસ્ટોરન્ટમાં આઠ જેટલા જુના ઝઘડાની (old fight) અદાવતમાં હોટલમાં ધસી આવ્યા હતા. હોટેલ (hotel) માલિક સહિત ત્રણ જેટલા કર્મચારીઓને ઢોરમાર મારી હોટેલમાં તોડફોડ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (cctv) થતા પોલીસે (policed) આઠ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરી ચાર લોકોની અટકાયત કરી હતી. જેમાં એક કિશનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (corona positve) આવતા પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં ડીમાર્ટની પાછળ શાંતિ નગર સોસાયટીમાં રહેતા નિલેશ ભીકડિયાસરથાણામાં નવજીવન હોટલ પાસે શ્રી સાંઇનાથ મલહાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે જોકે આ વિસ્તારમાં રહેતા અને માથાભારે ઇસમની છાપ ધરાવતા સાગર ભરવાડ સાથે જમવા બાબતે થોડા સમય પહેલા ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને સાગર ભરવાડ સહિત 8 યુવકો લાકડી-ફટકા સાથે આ રેસ્ટોરન્ટમાં આવી ચડયો હતો.
જોતજોતામાં આ ઈસમોએ હોટેલના માલિક નિલેશભાઇ સાથે ઝપાઝપી કરી હતી. નિલેશભાઇના ભાઇ તથા કારીગર પર હુમલો કરાયો હતો. રાત્રિ કરફ્યુ વચ્ચે મારપીટ કર્યા બાદ આ યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ પણ મચાવી હતી. જેને પગલે રેસ્ટોરન્ટને નુકસાન પહોંચ્યું હતું. જોકે સમગ્ર ઘટનાની તોડફોડના રેસ્ટોરન્ટ મારેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.
જોકે ઘટના બાદ આરોપીઓ ભાગી છૂટયા હોટલ માલિકે આ મામલે સરકારના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો ફોન ને લઈને કરતાં પોલીસે આ મામલે આઠ લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
સુરતમાં ઢોસા સેન્ટરમાં સામાન્નય બાબતે થયેલી બબાલમાં તોડફોડ, ઘટના સીસીટીવીમાં થઈ કેદ pic.twitter.com/W2gZZwrTK0
પોલીસે આ ઘટનામાં ચાર ઈસમોની ધરપકડ કરી હતી જેમાંથી એક આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે ત્રણ ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આ વિસ્તારમાં લાંબા સમયથી ત્રાસવાદીઓની સતત ફરિયાદો સામે આવી રહી હતી અને પ્રકાર હોટેલમાં તોડફોડ કરી છે તેને લઈને પોલીસ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર