સુરતના ડોક્ટરની કરતૂત, પહેલા લગ્ન છૂપાવી કર્યા બીજા લગ્ન, બાળકી સાથે બીજી પત્નીને તરછોડી


Updated: September 5, 2020, 9:17 PM IST
સુરતના ડોક્ટરની કરતૂત, પહેલા લગ્ન છૂપાવી કર્યા બીજા લગ્ન, બાળકી સાથે બીજી પત્નીને તરછોડી
બીજી પત્ની અને ડોક્ટર પતિની તસવીર

હદ ત્યારે થઈ જ્યારે પોતાની બાળકી માટે  'કુત્તે કે બચ્ચે જેસે બડે હો જાતે હે વેશે હી યે ભી બડી હો જાયેગી' શબ્દો વાપર્યા હતા.

  • Share this:
સુરત: શહેરની ખાનગી હોસ્પિટલમાં (Private hospital) નોકરી કરતા તબીબે (Doctor) પોતાના પહેલા લગ્ન છૂપાવી બીજા લગ્ન (second marriage) કર્યા હતા. જોકે પત્નીને મારતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. જોકે હદ ત્યારે થઈ જ્યારે પોતાની બાળકી માટે  'કુત્તે કે બચ્ચે જેસે બડે હો જાતે હે વેશે હી યે ભી બડી હો જાયેગી' શબ્દો વાપર્યા હતા. આવા શબ્દો સાંભળ્યા બાદ મહિલાએ પોતાની બાળકી માટે આવું કહેતા તબીબ પતિ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં (Rander Police station) ફરિયાદ નોંધાવી છે. આ સાથે પતિની કરતૂતો અંગે પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.

સુરતના રાંદેર પોલીસ મથકમાં પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2018ના 17 જાન્યુઆરીએ તેમના નિકાહ ઉધના અમન સોસાયટીમાં રહેતા ડોક્ટર સાજીદ અહેમદ હામિદ જુતાવાળા સાથે થયા હતા. સાજીદ સુરતની પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે.

લગ્નના ત્રણ મહિના બાદ સાજીદના પહેલા નિકાહ થઈ ગયા હોવાની જાણ થઈ હતી. અને તેની પહેલી પત્નીએ વધુ પડતી મારઝૂડ અને ત્રાસને લઈ છૂટાછેડા લઈ ચાલી ગઈ હોવાની જાણ થઈ હતી. હાલ તો પીડિત પરિણીતાએ ઘરમાંથી કાઢી મૂકી તરછોડી દેવાની ફરિયાદ દાખલ કરાવી છે.

એટલું જ નહીં પણ પહેલા લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હોવાની વાત પણ પીડિતાથી છૂપાવી બીજા લગ્ન કરી દીકરીનો જન્મ આપ્યો હતો. અને ત્યારબાદ કરિયાવરમાં આવેલી તમામ કિંમતી વસ્તુઓ પણ લઈ લીધી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ મહિલા આત્મહત્યા કરવા સરદાર બ્રિજ ઉપર પહોંચી, નદીમાં ઝંપલાવે તે પહેલા લોકોએ બચાવી લીધી

આ પણ વાંચોઃ-ભેજાબાજ યુવકનું કારસ્તાન: Amazon ઉપર આવી રીતે કમાતો હતો યુવક, 4 મહિનામાં 19 લાખ કમાયોઆ પણ વાંચોઃ-ફિલ્મી સીન જેવી સુરતની ઘટના! લિંબાયતમાં પોલીસ કેસ પાછો ખેંચવાનું કહીને બે મિત્રો ઉપર તલવારથી કર્યો જીવલેણ હુમલો

મુસ્લિમ પરિણીતાએ જણાવ્યું હતું કે, ગેસ સ્ટવ ચાલુ રાખી ઘરમાં બંધ કરીને માસૂમ બાળકી સાથે ફૂંકી મારવાનો પણ સાસરિયાઓ દ્વારા પ્રયાસ કરાયો હતો. એક દીકરીનો બાપ થઈને સાજીદ પોતાની દીકરી માટે એવું કહેતો કે 'કુત્તે કે બચ્ચે જેસે બડે હો જાતે હે વેશે હી યે ભી બડી હો જાયેગી' અને ત્યારબાદ ઝઘડો થતા પીડિતાને માસુમ બાળા સાથે ઘરમાંથી કાઢી મુકતા પિયરે આશરો લેવો પડ્યો હતો.

જોકે હાલ રાંદેર પોલીસ દ્વારા પરિણીતાની ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરાઈ છે. હાલ તો તબીબ જેવા હોદ્દા પર બેસી પત્નિ અને પુત્રી સાથે અમાનવિય વર્તન કરનાર પતિ સામે લોકોમાં પણ ફિટકાર જોવા મળી રહ્યો છે.
Published by: ankit patel
First published: September 5, 2020, 9:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading