સુરત: ડોક્ટરોએ જોખમ ખેડી મોતના મુખમાંથી એક દર્દીને સાજો કરી ચમત્કાર સર્જ્યો


Updated: September 26, 2020, 4:44 PM IST
સુરત: ડોક્ટરોએ જોખમ ખેડી મોતના મુખમાંથી એક દર્દીને સાજો કરી ચમત્કાર સર્જ્યો
દર્દીને નવજીવન મળ્યું

દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, દર્દીની હાલત ખુબ જ નાજુક હતી અને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી. આ પ્રકારના ઓપરેશન ખૂબ જટિલ હોય છે અને ઓપરેશન બાદ પણ દર્દીની બચવાની શકાય નહીંવત્ હોય છે,

  • Share this:
સુરત : પૂણા ગામ વિસ્તારના એક દર્દીને કોવીડ-19 સંક્રમણનું જોખમ તેના માથે તોળાઈ રહ્યું હતું, તો બીજી બાજુ એ તેના અતરડામાં ગેંગરીનની તકલીફ, આવા સમયમાં કોરોનાના ખતરા વચ્ચે ડોક્ટરોએ જીવની પરવાહ કર્યા વગર સફળ રીતે સર્જરી કરી દર્દીને નવજીવન બક્ષ્યું. તાબીઓનું જોખમ લેવાનું સાહસ ખરેખર બિરદાવી લેવા યોગ્ય છે. તો બીજી બાજુ દર્દી સાજો થઇ જતા તેમના પરિવારોએ પણ તબીબોને દુવાઓ આપી હતી.

પુણા ગામમાં આવેલ સદવિચાર ટ્રસ્ટની હોસ્પિટલમાં ગત તારીખ 27 ઓગસ્ટના રોજ ખૂબ જ ગંભીર હાલતમાં બાબુભાઈ નામના એક દર્દીની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી તરફ તેમના પેટમાં દુખાવાની તકલીફ પણ હતી, જેથી ત્યાં સારવાર કરતાં ડોક્ટર દિલીપવાળાએ તેમનું સીટીસ્કેન કરાવતા આંતરડાના શરુઆતના ભાગ અને વચ્ચેના ભાગમાં પંદર જેટલા અલગ અલગ ભાગોમાં ગેંગરીન શરૂ થઈ ગયું હોવનો રિપોર્ટમાં આવ્યું હતું.

ત્યારે દર્દીની હાલત ખુબ જ નાજુક હતી અને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી. આ પ્રકારના ઓપરેશન ખૂબ જટિલ હોય છે અને ઓપરેશન બાદ પણ દર્દીની બચવાની શકાય નહીંવત્ હોય છે, એટલું જ નહીં સાથે Coronaનું પણ જોખમ ખૂબ જ વધારે હતું.

આ પણ વાંચોસુરત : ખૂલાસો - લુમ્સના કારીગરની લૂંટના ઈરાદે થઈ હત્યા, ત્રણની ધરપકડ, જુઓ Live મર્ડર Video

તબીબોએ જણાવ્યું હતું કે, ઓપરેશન ટેબલ પર દર્દીનું મૃત્યુ થવાની પુરેપુરી શક્યતા હતી, તેથી ગેસ્ટ્રો અને લેપ્રોસીસના નિષ્ણાંત વિપુલ સાવલિયાનો સંપર્ક કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખી દર્દીનો જીવ બચાવવા માટે ઇમરજન્સી ઓપરેશન રાત્રે જ કરવાનો તાત્કાલિક ડો સાવલિયાએ નિર્ણય લીધો હતો, અને સર્જરી શરૂ કરવામાં આવી હતી.
તબીબોએ દર્દીના આંતરડાંની અંદરની જેટલો ભાગ સડી ગયો હતો તેને કાઢી નાખી સ્વચ્છ આંતરડા સાથે જોડી દીધો હતો. દર્દીને પાંચ દિવસ સુધી આઇસીયુમાં રાખવામાં આવ્યો હતો પછી ૧૭ દિવસથી વોર્ડમાં સારવાર આપી ડોક્ટરોએ દર્દીને નવજીવન બક્ષ્યું છે. આ સર્જરીમાં ડો. જગદીશ પટેલ, ડો. મહેતા, ડો. દુધાત, ડો. અશ્વિન અને ડો. ગુંદાણીએ દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી હતી એને રજા આપી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી.
Published by: kiran mehta
First published: September 26, 2020, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading