Home /News /south-gujarat /કલમ 370 દૂર કરવાની ખુશીમાં સુરતના તબીબે બનાવ્યું સુંદર ગીત

કલમ 370 દૂર કરવાની ખુશીમાં સુરતના તબીબે બનાવ્યું સુંદર ગીત

ગીતની તસવીર

દેશના લોકો આ ભારતના સ્વર્ગમાં ફરી શકે તે માટેના સરકારના આ નિર્ણયને દેશમાં લોકો ખુશ છે.

  કિર્તેષ પટેલ, સુરતઃ મોદી સરકારે દેશમાં 370 કલમ દૂર કરતા દેશભરમાં ખુશીની લહેર છે. કાશ્મીર મુદ્દે દેશ ભરમાં લોકો ખુશ છે ત્યારે સુરતના એક તબીબ દ્વારા આ ખુશીને વ્યક્ત કરતું ગીત લખવામાં આવ્યું છે. આ ગીત પર તબીબની પુત્રી અને ભત્રીજીએ ડાન્સ સાથેનું આ ગીત ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે.

  મળતી માહિતી પ્રમાણે સુરતના રિગરોડ પર તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા નિહાલ પટેલ દ્વારા દેશના હાલમાં જે 370 કલામ હટાવી લેવામાં આવી છે. કાશ્મીરમાંથી જેને લઈને દેશ ભરમાં જે ખુશીની લહેર છે ફરી પાછું કાશ્મીર ભારત દેશમાં સમાવી લેવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-તાપીઃ હોસ્ટેલમાં રહેતી 3 વિદ્યાર્થિનીઓને કરંટ લાગતા એકનું મોત, બે ગંભીર

  દેશના લોકો આ ભારતના સ્વર્ગમાં ફરી શકે તે માટેના સરકારના આ નિર્ણયને દેશમાં લોકો ખુશ છે. ત્યારે આ ખુશીને વ્યક્ત કરતું એક ગીત ત્યાર કરવામાં આવ્યુ છે. આ ગીત પર આ તબીબની પુત્રી સાથે તેમની ભત્રીજીએ ડાન્સ કર્યો છે. ડાન્સ સાથે ગીત તૈયાર કર્યું છે.

  જોકે ભત્રીજી એબીબીએસ અભ્યાસ કરે છે. અને પુત્રી માત્ર 8 વર્ષની છે. આ ગીત હાલ યૂટ્યૂબ પર મુકવામાં આવ્યુ છે. અને આ ગીત કાશ્મીરના લોકો સુધી પહોંચે અને આ ખુશીમાં સામીલ થાય તેવી આશા છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Article 370, Mbbs, Song, ડોક્ટર, દક્ષિણ ગુજરાત, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन