નવસારી : પશુપાલકનું રહસ્યમય મોત, તબીબોએ ફોરેન્સિક PM કર્યું

News18 Gujarati
Updated: November 4, 2019, 2:55 PM IST
નવસારી : પશુપાલકનું રહસ્યમય મોત, તબીબોએ ફોરેન્સિક PM કર્યું
મૃતક યુવક

સારવાર દરમિયાન પરિવારે યુવક પર હુમલો થયાની વાત કરી હતી, સારવાર દરમિયાન મોત થતાં અકસ્માત નડ્યો હોવાની વાત કરી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : નવસારી જિલ્લાના અબ્રામાના પક્ષુપાલક 31 ઓક્ટોબરના રોજ પગપાળા દેવભૂમિ-દ્વારકા જવા માટે નીકળ્યો હતો. જોકે, તે બોરીયાચ ટોલ પ્લાઝા પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સારવાર સમયે પરિવારે યુવક પર હુમલો થયાની વાત કરી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત થતા પરિવારે યુવકનું મોત અકસ્માતમાં થયાનું કહેતા તબીબો ચોંકી ગયા હતા. આ મામલે યુવાનનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું.

નવસારીમાં જિલ્લામાં આવેલા અબ્રામા ગામ ખાતે વાલિયા ફળિયામાં રહેલા અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાયદે લાખાભાઈ આંબલિયા ગત 31મી ઓક્ટોબરના રોજ પગપાળા દ્વારકા જવા નીકળ્યા હતા. આ સમયે બોરીયાચ ટોલ પ્લાઝા નજીક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જાણકારી મળતા પરિવાર તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયો હતો અને યુવાનને સારવાર માટે પ્રથમ વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : 50 ઇંડા ખાવાની શરત લગાવી, 42 ઇંડા ખાઈને ઢળી પડ્યો

યુવકને વધુ સારવારની જરૂર હોવાથી બીજા દિવસે તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં પરિવારે યુવાન પર હુમલો થયો હોવાની વિગત આપી હતી. યુવાનના શરીર પર ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. સુરત સિવિલમાં દાખલ કર્યાના બીજા દિવસે એટલે કે ત્રીજી નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે રાયદેભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પીએમ દરમિયાન પરિવારે યુવકનું મોત અકસ્માતમાં થયું હોવાનું કહેતા તબીબો ચોંકી ગયા હતા. કારણ કે યુવકની મેડિકલ હિસ્ટ્રીમાં હુમલાની વાત કરવામાં આવી છે, અને તેના શરીર પર ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. પોલીસ અને પરિવાર દબાણ લાવીને યુવકના મોતને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવતા તબીબોએ મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर