સુરતમાં હાહાકાર મચાવતી ગડ્ડી ગેંગ: ડૉક્ટર દંપતીને ડૉલરની લાલચમાં બે લાખમાં નવડાવ્યું


Updated: September 17, 2020, 10:13 AM IST
સુરતમાં હાહાકાર મચાવતી ગડ્ડી ગેંગ: ડૉક્ટર દંપતીને ડૉલરની લાલચમાં બે લાખમાં નવડાવ્યું
પ્રતિકાત્મક તસવીર

ગડ્ડી ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી, લોકોને ડૉલર વટાવવાનું કહીને તેના બદલામાં કમિશન આપવાનું કહી છે, ડૉલરના બદલે કાગળની ગડ્ડી પકડાવી દે છે.

  • Share this:
સુરત: શહેરમાં છેલ્લા લાંબા સમયથી ગડ્ડી ગેંગે હાહાકાર મચાવ્યો છે. હવે આ ગેંગમાં મહિલા સભ્યો પણ સક્રિય થઈ છે. આ ગેંગે હવે એક ડૉક્ટર દંપતી (Surat Doctor Couple)ને વિશ્વાસમાં લઈને તેમની સાથે બે લાખ રૂપિયાની છેતરપિંડી (Cheating) કરવામાં આવી છે. આ મામલે લાલગેટ પોલીસ સ્ટેશન (Lalgate Police Station)ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ગડ્ડી ગેંગની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) એવી છે કે તેઓ લોકોને વિશ્વાસમાં લઈને તેમની પાસે નોટોના બંડલ હોવાનું કહે છે. જે બાદમાં નોટોના બંડના બદલામાં પૈસા લઈને તેમને રૂમાલમાં કાગળની ગડ્ડી પકડાવી દે છે. હવે આ ગેંગનો શિકાર ભણેલ-ગણેલ ડૉક્ટર દંપતી બન્યું છે.

સુરતમાં લાંબા સમયથી લોકોને રૂપિયા અથવા ડૉલર સસ્તામાં વટાવવાનું કહીને લોકોને લાલચ આપીને રૂમાલમાં રૂપિયા અથવા ડૉલરના નામે કાગળની ગડ્ડી આપી છેતરપિંડી કરનારી ગેંગ સક્રિય છે. હવે આ ગેંગમાં મહિલાઓ પણ લોકોને છેતરી રહી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આશિષ હોટલની પાછળ બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ડૉક્ટર મનીકા કડાકીયા સચિન વિસ્તારમાં નર્સિગ હોમ ચલાવે છે. ડૉક્ટર મનીકા પાસે થોડા દિવસ પહેલા એક મહિલા સારવાર માટે આવી હતી.

આ પણ વાંચો:  24 કલાકમાં રાજ્યમાં Coronaના 1364 નવા કેસ, 1447 દર્દી સાજા થયા, રિકવરી રેટ 83.39% થયો

મહિલા પોતે ગર્ભવતી હોવાનું કહીને ખંજવાળ માટેની દવા આવી હતી. મહિલાએ ડૉક્ટર મનીકાને તેની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસે 20 ડૉલરની નોટ હોવાનું કહીને તેમાંથી રૂપિયા વસૂલી લેવાનું જણાવ્યું હતું. જેથી ડૉક્ટર મનીકાએ તેના પતિ મારફતે ડૉલર વટાવી આપ્યા હતા. આ સમયે મહિલાએ તેની પાસે આવા 400થી 500 ડૉલર હોવાની વાત કરી હતી.

આ પણ વાંચો: પ્રામાણિકતા નથી મરી પરવારી : મોરબીમાં પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને કર્યો પરત

આ ડૉલર વટાવવા માટે જે કમિશન થાય તે કાપી લેવાનું જણાવ્યું હતું. જે બાદમાં ડૉક્ટર મનીકાએ તેના પતિને વાત કર્યા બાદ ડોલર વટાવી આપવાનું કહેતા મહિલાના ભાઈએ ડૉક્ટર મનીકાના પતિને ડૉલર વટાવ્યા બાદ તમે દગો નહીં કરો તેની ખાતરી શું તેમ કહીને ડિપોઝિટ પેટે ચાર લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત ડૉલર વટાવ્યા બાદ ડિપોઝિટ અને કમિશનની રકમ પરત કરવાની વાત કરી હતી.

કમિશનની લાલચમાં આવીને ડૉક્ટર દંપતીએ ગઈકાલે મહિલાના ભાઈને હોડી બંગલા ત્રણ રસ્તા પાસે બોલાવ્યો હતો. અહીં મહિલાના ભાઈએ ડૉલરની થેલી મનીકાને હાથમાં આપી તેના પતિ પાસેથી બે લાખ રૂપિયાની થેલી લઈને ભાગ્યો હતો. આ મામલે ડૉક્ટર મનીકાને શંકા જતા તેના પતિને થેલી ખોલીને જોવાનું કહ્યું હતું. અંદર ખોલીને જોયું તો એક રૂમાલમાં ડૉલરના બદલે ન્યૂઝ પેપરના કાગળની ગડ્ડી મળી આવી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ્યા બાદ ડૉક્ટર દંપતીએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2020, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading