Home /News /south-gujarat /Surat News: ડોક્ટરનું કારસ્તાન! સસરા અને પુત્રવધૂના મોર્ફે બીભત્સ ફોટો વાયરલ કર્યા, ધરપકડ
Surat News: ડોક્ટરનું કારસ્તાન! સસરા અને પુત્રવધૂના મોર્ફે બીભત્સ ફોટો વાયરલ કર્યા, ધરપકડ
ડોક્ટરની તસવીર
Surat Crime News: દોઠ વર્ષ પહેલાં એક નર્સે નોકરી છોડી હતી તે નર્સનો સીમકાર્ડનો (sim card) દુરુપયોગ કરી એડિટેડ ફોટો ગ્રૂપમાં વાયરલ (Nurse Photo Viral) કર્યા હતા. આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂ બદનામ કરવાનું ભારે પડ્યું હતું.
Surat Crime News: સુરતમાં સસરા (father In laws) અને પુત્રવધૂના (Daughter in law) સોશિયલ મીડિયામાં (social media) મોર્ફ કરેલા બીભત્સ ફોટો વાય૨લ થવાના ચકચારી પ્રકરણમાં સુરત સાઇબર સેલ (surat cyber cell) દ્વારા વેલંજાની રામવાડી સોસાયટીમાં રહેતા તબીબ હરેશ બેલિડયાની સુરત ક્રાઇમ સેલે ધરપકડ કરી હતી. દોઠ વર્ષ પહેલાં એક નર્સે નોકરી છોડી હતી તે નર્સનો સીમકાર્ડનો દુરુપયોગ કરી એડિટેડ ફોટો ગ્રૂપમાં વાયરલ (Nurse Photo Viral) કર્યા હતા. આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂ બદનામ કરવાનું ભારે પડ્યું હતું.
સુરત જિલ્લાના વેલંજા ખાતે રહેતા 50 વર્ષીય આધેડ બિલ્ડર સસરા તેમજ પુત્રવધૂનો મોર્ફ કરેલા બીભત્સ ફોટો સુરત સ્થિત મિત્રવર્તુળ ગ્રૂપમાં ફરતો થયો હતો. સાથે રિજિયનલ ચેનલ અને સ્થાનિકઅખબારોના નામથી બ્રેકિંગ ન્યૂઝ તરીકે પ્લેટ બનાવી વાયરલ કરવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.
આ બિલ્ડર અને તેમની પુત્રવધૂની કરાયેલી પડ્યા હતા. આ હરકત પાછળ વેલંજાના તબીબનો હાથ હોવાના આક્ષેપ સાથે આઇ.ટી. એક્ટ હેઠળ કામરેજ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. આ તબીબ વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનો નોંધાઇ ચૂક્યો હોવાની સાથે આ બિલ્ડર જે સોસાયટીમાં રહેતા હતા તેમાં આ તબીબનું પણ એક ઘર હોવાનું અને તેને લઇને માથાકૂટ ચાલી રહી હોઇ સીધી શંકા તેની ઉપર જ વ્યક્ત કરવામાં આવી હતી.
અન્ય સીમકાર્ડ નો ઉપયોગ કરીને કરતો બદનામ હાલ તો ડો. હરેશ બેલિડયાની ધરપકડ કરી હતી. તેમણે જ બિલ્ડરે ફેસબુક ઉપર મૂકેલા પરિવાર સાથેના ગ્રૂપ ફોટોમાંથી માત્ર આ બિલ્ડર અને પુત્રવધૂનો ફોટો કટ કરી પુત્રવધૂના ચહેરા સાથે નીચે અર્ધનગ્ન સ્ત્રીનું શરીર ચોટાડી દીધું હતું.
દોઢ વર્ષ પહેલાં ગયેલી નર્સનો સીમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું પોલીસે આ મામલે આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે જોકે આરોપી વધુ પૂછપરછ આ મામલે વધુ ખુલાસા થાય તેવી શકયતા છે જોકે હાલમાં પોલીસે આરોપી વધુ તપાસ માટે રીમાંડ ની તાજવીન શરૂ કરી છે.