સુરત : 40 અનાથ બાળકીઓ માટે દિવાળી ખુશીઓ લઈને આવી

News18 Gujarati
Updated: October 20, 2019, 9:47 PM IST
સુરત : 40 અનાથ બાળકીઓ માટે દિવાળી ખુશીઓ લઈને આવી
સુરત : 40 અનાથ બાળકીઓ માટે દિવાળી ખુશીઓ લઈને આવી

વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામે આવેલ હરિ ઓમ વનવાસી અનાથ કન્યા છાત્રાલયની બાળકીઓની દિવાળી ઝગમગી ઉઠી

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : દિવાળીના સમયને હવે ગણતરી દિવસો બાકી છે ત્યારે આ તહેવારને કારણે દરેક પરિવાર ઘરના બાળકો માટે નવા કપડા, ફટાકડા અને મીઠાઇ ખરીદતા હોય છે. દિવાળીના સમયે કેટલાક લોકો સેવા પણ કરતા હોય છે. આવા જ એક સેવાભાવી ગ્રૂપના કારણે વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામે આવેલ હરિ ઓમ વનવાસી અનાથ કન્યા છાત્રાલયની બાળકીઓની દિવાળી ઝગમગી ઉઠી છે.

ઉમરકુઈ ગામે આવેલ હરિ ઓમ વનવાસી અનાથ કન્યા છાત્રાલય ખાતે રહેતી 40 જેટલી બાળકીઓ કે જેમના માથે માતા પિતાની છત્રછાયા નથી તેવી અનાથ બાળકીઓને આ તહેવાર મનાવવો એક સ્વપ્ન રહ્યુ છે. ત્યારે આ બાળકીઓ માટે એક ગ્રૂપ દિવાળીના તહેવારમાં ખુશીઓ લઈને આવ્યુ છે. એક ગ્રૂપ દ્વારા અનાથ આશ્રમશાળામાં રહીને ભણતી આ બાળકીઓ માટે મીઠાઈ, ફટાકડા તેમજ નવા કપડા આપવામાં આવ્યા છે. આ બાળકીઓ ફટાકડા,મીઠાઈ અને નવા કપડા જોતા ખુશી અનુભવી રહી છે.

આ પણ વાંચો - સુરત: સસ્તી જમીન આપવાનાં બહાને દલાલોએ યુવક પાસેથી 31 લાખ રૂ.ની લૂંટ ચલાવી

દિવાળી ના તહેવાર સમયે ફટાકડા,મીઠાઈ અને નવા કપડાની સાથે આ અનાથ છોકરીઓને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે અને આવનારા સમયમાં મેડીકલ કેમ્પનુ પણ આયોજન કરવામાં આવનાર છે.

ત્રણ વર્ષથી શરૂ કરવામાં આવેલ આ ટ્રસ્ટમાં શરુઆતમાં 3 થી 4 છોકરી હતી. જે આજે 40 સુધી પહોંચી છે. આ અનાથ છોકરીઓ માટે આ ટ્રસ્ટ ખુબજ ઉપયોગી છે ત્યારે આ ટ્રસ્ટને ઉપયોગી સેવા માટે અનેક દાતારો આવી રહ્યા છે.
First published: October 20, 2019, 9:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading