Home /News /south-gujarat /

સુરતઃ શું રત્નકલાકારોની Diwali સુધરશે? બોનસ આપવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયનેકલેક્ટરની કરી રજૂઆત

સુરતઃ શું રત્નકલાકારોની Diwali સુધરશે? બોનસ આપવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયનેકલેક્ટરની કરી રજૂઆત

રજૂઆત કરતા યુનિયનના સભ્યો

સામી દિવાળીએ (Diwali 2020) હિરા ઉદ્યોગના માલિકો રત્ન કલાકારોને બોનસ (diwali bonus) આપે તેવી માંર્ગ સાથે ડાયમંર્ડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

સુરતઃ કોરોના કાળના (coronavirus) કારણે હિરા ઉદ્યોગની (Diamond industry) હાલત કફોડી બની છે. ખાસ કરીને રત્ન કલાકારોની પરિસ્થિતિ બગડી ગઇ છે. સામી દિવાળીએ (Diwali 2020) હિરા ઉદ્યોગના માલિકો રત્ન કલાકારોને બોનસ (diwali bonus) આપે તેવી માંર્ગ સાથે ડાયમંર્ડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

હીરા ઉદ્યોગમા કામ કરતા રત્નકલાકારો છેલ્લા ઘણા સમય થી બેરોજગારી અને આર્થિકતંગી નો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે જે લોકડાઉન જાહેર કરવામા આવ્યુ તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી છે.  કેમ કે સરકારે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે લોકડાઉનમા કામદારોને પગાર ચૂકવવો પડશે પણ સરકાર પોતાના નિર્ણય નો અમલ હીરાઉદ્યોગ સહિત ક્યાંય કરાવી શકી નથી અને હાલ લોકડાઉન નો કેસ સુપ્રીમ કોર્ટ મા ખૂબ ધીમી ગતિ એ ચાલી રહ્યો છે.

લોકડાઉન દરમિયાન રત્નકલાકારો ને પગાર ચૂકવવા મા ના આવતા ભારે આર્થિકતંગી મા ફસાય ગયા છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારો ને કોઈ જ સહાય કે મદદ કરવા મા આવી નથી અને સાવ નિરાધાર અને રામ ભરોસે છોડી દેવામા આવ્યા છે.

આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?

જેના કારણે લોકડાઉન દરમિયાન અંદાજે 15 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે. ત્યારે ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટર ડેપ્યુટી લેબર કમિશનર તથા સંયુક્ત નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યને જુઆત કરવામા આવી છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાંથી પ્રવાસીઓને જોવા મળ્યા સિંહ, પોતાની મસ્તીમાં હતા સિંહ, જૂઓ અદભૂત video

આ પણ વાંચોઃ-લૂંટેરી દુલ્હનના કારણે લગ્ન કરાવનાર યુવકને ગુમાવવો પડ્યો જીવ, વાંચો મધ્ય પ્રદેશની ફિલ્મી કહાની જેવી ઘટના

હીરા ઉદ્યોગના રત્નકલાકારોના પગાર 25%થી 35% સુધી ઘટાડી દેવામા આવ્યા છે રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવામા નથી આવ્યો તથા રત્નકલાકારોને સરકાર દ્વારા પણ કોઈ સહાય કે મદદ કરવામા આવી નથી.



ત્યારે હીરાઉદ્યોગમા હાલ તેજીનુ વાતાવરણ હોવા છતાં રત્નકલાકારોના પગારમા કોઈ જ વધારો કરવામા આવ્યો નથી જેથી રત્નકલાકારોને દિવાળીએ બોનસ ફરજિયાત ચૂકવવામા આવવું જોઈએ તેવી માંગ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Coronavirus, Diwali 2020, Diwali bonus, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन