સુરત : પતિ પત્ની વચ્ચે (Husaband_Wife) સંસારનો માળો વિખાઈ ગયા પછીને જિંદગી મુશ્કેલ હોય છે. આ સ્થિતિમાં માનસિક સંતુલન અને એકલતા અનુભવવાના પ્રશ્નો સર્જાતા હોય છે. જોકે, છૂટાછેડા બાદ અનેક કિસ્સાઓમાં પતિ-પત્ની આત્મઘાતી પગલાં ભરી લેતા હોય છે. આવી જ એક ઘટના સુરત (Surat) શહેરમાં બનવા પામી છે. અહીંયા ભેસ્તાનમાં રહેતી અને પતિ સાથે છૂટાછેડા લઈ એકલવાયું જીવન ગુજરાતી એક મહિલાએ (Divorced Woman) અગમ્ય કારણોસર આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ મહિલાના 8 દિવસ પહેલાં જ છૂટાછેડા થયા હતા.
સુરતના ભેસ્તાન શ્રી ક્રિષ્ના ઍવન્યુ ખાતે રહેતી પરિણીતાઍ ડિવોર્સના આઠ દિવસ બાદ ગઈકાલે સાંજે પોતાના ફ્લેટના હોલમાં છતના પંખો લગાડવાના હુક સાથે સાડી બાંધી ફાંસોખાઈ પોતાનું જીવન ટુંકાવી લેતા ચકચાર મચી છે. મૃતક મહિલાઍ ફોન નહી ઉપાડતા તેના પરિવારજનો ઘરે દોડી જઈને તપાસ કરતા પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : વલસાડ : સગાઈ બાદ યુવતીને ગર્ભવતી બનાવી, 9 વર્ષ સંબંધો રાખ્યા બાદ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાની શ્રી ક્રિષ્ના ઍવન્યુમાં રહેતા શીતલબેન સખારામ પાટીલ (ઉ.વ.39)ઍ ગઈકાલે સાંજે છ વાગ્યે પોતાના ફ્લેટના હોલમાં પંખા લગાવાના હુક સાથે સાડી બાંધી ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. નજીકમાં રહેતા તેના પિયરવાળાઍ ગઈકાલે સાંજે ફોન કર્યો હતો પરંતુ શીતલબેને ફોન નહી ઉપાડતા અજુગતુ થયું હોવાનુ લાગતા પરિવારજનો તેના ઘરે દોડી ગયા હતા અને ફલેટમાં ઘુસ્તા શીતલબેન પંખાના હુક સાથે ફાંસો ખાધેલી લટકતી હાલતમાં મળી આવતા તેમના પગતળે જમીન ખસી ગઈ હતી.
બનાવ અંગે પરિવારજનોઍ પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક શીતલબેનની લાશને પીઍમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ શીતલના લગ્ન 15 વર્ષ પહેલાં આનંદ નામના યુવાન સાથે થયા હતા. આનંદ હરિયાણાના પાનીપતમાં ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા બંને વચ્ચે ઝઘડા બાદ શીતલ સુરત આવી ગઇ હતી અને ઍકલવાયું જીવન જીવતી હતી. સોમવારે સાંજે શીતલને તેની માતાઍ ફોન કર્યો હતો પરંતુ શીતલે ફોન નહી ઉપાડતા ઘરે ગયા હતા.
આ પણ વાંચો : સુરત : 'સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,' પોલીસ સાથે માથાકૂટનો Viral Video
જ્યાં શીતલ પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.વધુમાં ત્રણ વર્ષથી પતિથી દૂર રહેતી શીતલે બે વર્ષ પહેલાં તાપીમાં ઝંપલાવી આપઘાત કરવાના ઇરાદે ઘરેથી નીકળી બ્રિજ ઉપર ચઢી ગઇ હતી. જાકે ઍ સમય ઍ રાહદારીઍ બચાવી લીધી હતી. શીતલના 8 દિવસ પહેલા જ છૂટાછેડા થયા હતા. ત્યારથી શીતલ માનસિક તણાવમાં રહેતી હતી.