Home /News /south-gujarat /બારડોલીઃ ગણેશ વિસર્જન અંગે પોલીસ અને આયોજકો વચ્ચે મિટિંગ બાદ વિવાદ

બારડોલીઃ ગણેશ વિસર્જન અંગે પોલીસ અને આયોજકો વચ્ચે મિટિંગ બાદ વિવાદ

બારડોલી પોલીસ સ્ટેશન બહારની તસવીર

બારડોલીમાં થોડા દિવસો બાદ ગણેશ વિસર્જન છે ત્યારે તેના ભાગરૂપે ગણેશ મંડળ આયોજકો અને પોલીસ તંત્ર વચ્ચે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

કેતન પટેલ, સુરતઃ સુરત જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા બારડોલીમાં થોડા દિવસો બાદ ગણેશ વિસર્જન છે ત્યારે તેના ભાગરૂપે ગણેશ મંડળ આયોજકો અને પોલીસ તંત્ર વચ્ચે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટના જાહેરનામાની ગણેશ મંડળ આયોજકોને માહિતી આપી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નદીમાં નહીં પરંતુ કુત્રિમ તળાવમાં કરવામાં આવે તેવું સૂચન આપ્યું હતું.

સુરત જિલ્લામાં બારડોલી અને માંડવી માં શ્રીજીની પ્રતિમાના વિસર્જન નું પ્રમાણ વધારે હોય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ ગણેશ વિસર્જન ના દિવસે બંદોબસ્ત ખડકી દેવામાં આવશે ખાસ કરીને બારડોલીની વાત કરીએ તો બારડોલીમાં સ્થાનિક પોલીસ તંત્રની સાથે સાથે ડાંગ ડી.વાય.એસ.પી, એસ.આર.પીની બે ટુકડી, ટ્રાફિક, જી.આર.ડી સહિત એસ.આર.ડી ના જવાનો સાથેના ચુસ્ત બંદોબસ્ત સાથે શ્રીજીની યાત્રા નીકળી વિસર્જિત થશે.

મનુષ્ય જીવનમાંથી વિઘ્ન હરનારા એવા વિઘ્નહર્તા દુંદાળાદેવ ને વિસર્જન વખતે જ ઘણા વિઘ્નો નડતા હોય છે .દરવર્ષ ની જેમ આ વર્ષે પણ બારડોલી પાલિકા તંત્ર દ્વારા કુત્રિમ તળાવ ખોદી દેવામાં આવ્યું અને શાંતિ સમિતિની બેઠકમાં શ્રીજીને તળાવમાં જ વિસર્જિત કરવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ આ નિર્ણય થી ગણેશ મંડળ આયોજકોમાં દુઃખની લાગણી પણ જોવા મળી હતી.

એક તરફ વહીવટી તંત્ર દ્વારા નદી તરફ જવાનો રસ્તો કોર્ડન કરી શ્રીજીની વિસર્જન યાત્રા ને કુત્રિમ તળાવ તરફ લઈ જઈ પ્રતિમાને તળાવમાં જ વિસર્જન કરવા જણાવ્યું હતું તો બીજી તરફ પાલિકા પ્રમુખે શ્રીજીની માટીની પ્રતિમા નદીમાં જ વિસર્જન કરવાનું જણાવ્યું હતું.

પાલિકા પ્રમુખ ગણેશ ચૌધરી સાથે વહીવટી તંત્રના વકરેલા વિવાદને પગલે પાલિકા પ્રમુખે બારડોલીના તલાવડી ખાતે કુત્રિમ તળાવ બનાવવાની કામગિરી અટકાવી દેવામાં આવી હતી ત્યારે હાલ તો વહીવટી તંત્ર દ્વારા સાશકો સાથે સમાધાન કરવા માટે મિટિંગો નો દોર શરૂ કરી દેવાયો છે.
First published:

Tags: Meeting, ગુજરાત, દક્ષિણ ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन