તિજોરી તળિયાઝાટક હોવાના દાવા વચ્ચે SMCએ પ્રજાના પૈસે રૂ. 4.60 લાખના 4 મોબાઇલ ખરીદ્યા!

News18 Gujarati
Updated: September 25, 2019, 3:56 PM IST
તિજોરી તળિયાઝાટક હોવાના દાવા વચ્ચે SMCએ પ્રજાના પૈસે રૂ. 4.60 લાખના 4 મોબાઇલ ખરીદ્યા!
SMC તરફથી ચાર ફોન ખરીદવામાં આવ્યાં.

શાસક પક્ષના નેતા બંધારણીય પદ ન હોવા છતાં તેમના માટે મોંઘો મોબાઇલ ખરીદવામાં આવ્યો, બીજી બાજુ વિપક્ષના નેતા બંધારણીય હોદ્દો હોવા છતાં તેમની બાદબાકી કરવામાં આવી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી પ્રજાને પૈસે રૂ. 4.60 લાખની કિંમતના ચાર મોબાઇલ ફોન ખરીદવામાં આવતા વિવાદ થયો છે. પ્રજા મહાનગરપાલિકાને વેરા પેટે જે રકમ આપે છે તેનો દુરુપયોગ થતો હોવાના આ બનાવમાં રૂ. 1.15 લાખની કિંમતનો એક એવા ચાર મોબાઇલ ફોન શહેરના મેયર, ડેપ્યૂટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષને નેતા માટે ખરીદવામાં આવ્યા છે. આ તમામ ફોન એપલે ગત વર્ષે લોંચ કરેલા મોડલ હોવાનું જાણવા મળ્યું છે.

એક બાજુ તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું છે ત્યારે શાસકોએ કરકસરના નામે નવા પ્રોજેક્ટો મૂક્યા નથી. જ્યારે બીજી તરફ કૉર્પોરેશન તરફથી પ્રજાના પૈસાનો ધૂમાડો કરવામાં આવતો હોવાની ઘટના સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. પાલિકા તરફથી આ ફોન થોડા મહિનાઓ પહેલા જ ખરીદવામાં આવ્યા છે. અહીં બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે શાસક પક્ષના નેતા બંધારણીય પદ ન હોવા છતાં તેમના માટે મોંઘો મોબાઇલ ખરીદવામાં આવ્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા બંધારણીય હોદ્દો હોવા છતાં તેમની બાદબાકી કરવામાં આવી છે.



તિજોરીમાં કંઈ નહીં ને મોબાઇલ માટે લાખોનો ખર્ચ!

સુરત મહાનગરપાલિકા એક બાજુ એવું કહી રહી છે કે તિજોરી તળિયાઝાટક હોવાથી શહેરમાં મોટા પ્રોજેક્ટો માટે પૈસા નથી. આ માટે જ પાલિકાએ પૈસા માટે બોન્ડ બહાર પાડવા પડ્યા છે. જ્યારે બીજી તરફ પદાધિકારીઓ માટે મોંઘા મોબાઇલ ખરીદવામાં આવતા આ મુદ્દે આગામી દિવસોમાં સામાન્ય સભામાં ઉઠશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
First published: September 25, 2019, 2:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading