નવસારીઃ હીરા ઉદ્યોગની મંદીના માર વચ્ચે આ રત્નકલાકાર બન્યો પ્રેરણારૂપ

મે વેકેશનથી સ્થાયી થયેલી મંદી દિવાળી સુધી રેહવાના એંધાણ વરતાતા મોટાભાગના રત્નકલાકારો હાલ બેકાર બનતા રોજગારી માટે અન્ય વિકલ્પની શોધમાં લાગ્યા છે.

News18 Gujarati
Updated: July 22, 2019, 10:01 PM IST
નવસારીઃ હીરા ઉદ્યોગની મંદીના માર વચ્ચે આ રત્નકલાકાર બન્યો પ્રેરણારૂપ
પકોડા તળતા રત્નકલાકાર
News18 Gujarati
Updated: July 22, 2019, 10:01 PM IST
રાજન રાજપુત, નવસારીઃ દક્ષીણ ગુજરાતમાં 2008ની મંદી કરતાં વધુ કપરી પરિસ્તીથી માથી ડાયમંડ ઉધ્યોગ પસાર થઈ રહ્યો છે. મે વેકેશનથી સ્થાયી થયેલી મંદી દિવાળી સુધી રેહવાના એંધાણ વરતાતા મોટાભાગના રત્નકલાકારો હાલ બેકાર બનતા રોજગારી માટે અન્ય વિકલ્પની શોધમાં લાગ્યા છે.

સિન્થેટીક ડાયમંડ અને બેંકોના દેવાથી હાલ દક્ષિણ ગુજરાતના મુખ્ય વ્યયવસાય પૈકીનાં ડાયમંડ ઉદ્યોગને ગ્રહણ લગતા તેની સીધી અસર સામાન્ય રત્નકલાકારો પર થઈ રહી છે. હજારોની સંખ્યામાં રત્નકલાકારો બેકાર બનતા હાલ તેમણે ઘર ચલાવવાની મોટી જવાબદારી આવી પડતાં તેઓ રોજગારી માટે અન્ય વિકલ્પની શોધ કરી રહ્યા છે. ઘાટ અને મથાળા ના કુશળ કારીગર ગણાતા નવસારીના ભાવેશ ભાઈ ડાયમંડની મંદીથી છેલ્લા છ મહિનાથી બેકાર બનતા તેઓ પકોડા ભજીયાની લારીની શરૂઆત કરી છે. સુરત સહેરમાં રત્ન કલાકારો દ્વારા આત્મહત્યાના બનાવો માં વધારો થતાં અન્ય હતાશ રત્નક્લાકારો માટે નવસારીના ભાવેશભાઈ એ દિશાસૂચક અનુકરણીય શરૂઆત કરી છે.

ડાયમંડ સેલિંગના હબ ગણાતા મુંબઈમાં આવેલી મંદીથી પોતે માયાનગરીમાં ડાયમંડની નાની ફેકટરી ધરાવતા જયેશ મહાડીક રોજગારની શોધમાં દક્ષિણ ગુજરાત આવી કારીગર તરીકે જોડાયા હતા અને નવસારીમાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. પરંતુ અહીં પણ ડાયમંડમાં આવેલી વેગીલી મંદી થી વેપારી માથી કારીગર બનેલા જ્યેશ ફરી બેકાર બનતા પરિવારને મજબૂરીવશ મુંબઈ પરત કરી રોજગાર ના વિકલ્પ શોધી રહ્યા છે.નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવા અનેક રત્નકલાકારો બેકાર બનતા સરકારને હીરા ઉધ્યોગ ફરી બેઠો થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-સુરત અગ્નિકાંડઃ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં 4275 પાનાની ચાર્જશીટ રજૂ કરી

બેકારીથી હારી થાકીને આત્મહત્યા કરતાં લોકોના પરિવાર નિરાધાર બનતા હોય છે. ત્યારે મંદીના માર સામે ખંતીલા બની ને નવસારીના રતન કલાકારે પકોડાના વ્યવસાયં થકી નવી રોજગારીની શુભ શરૂઆત કરી છે. ત્યારે બેકાર બનેલા અનેક રત્નકલાકારો પણ જો આત્મહત્યા માર્ગે ન જઈને જીવન ની નવી ઇનિંગની શરૂઆત કરવી જોઈએ.
First published: July 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...