Diamond નગરી સુરતમાં પ્રથમ વખત યોજાશે હીરાની હરાજી

News18 Gujarati
Updated: September 24, 2019, 3:01 PM IST
Diamond નગરી સુરતમાં પ્રથમ વખત યોજાશે હીરાની હરાજી
પ્રતિકાત્મક તસવીર

28 સપ્ટેમ્બરથી 25 હજાર કેરેટના હીરાની હરાજી શરૂ થશે, એ પહેલા આજથી ત્રણ દિવસ કસ્ટમ નોટિફાઇડ એરિયામાં ખરીદદારો હીરાને જઈ શકશે.

  • Share this:
પ્રગ્નેશ વ્યાસ, સુરત : સમગ્ર વિશ્વમાં તૈયાર કરવામાં આવતા 10 માંથી 8 હીરા સુરત શહેરમાં તૈયાર થાય છે. પરંતુ તે હીરા તૈયાર કરવા પહેલાના રફ હીરા આંતરાષ્ટ્રીય માર્કેટમાથી ખરીદવા માટે મુંબઇ અથવા વિદેશમાં જવું પડે છે. જોકે, હવે સુરતમાં જ સીધી રીતે હીરાની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી વખત યોજાઇ રહેલા હીરાની હરાજીમાંઆજથી ત્રણ દિવસ માટે રજિસ્ટર ખરીદદારો માટે 25 હજાર કેરેટના હીરા વ્યુઇંગ ગેલેરીમાં મૂકવામાં આવ્યા છે. આ હીરા ખૂબ જ સુરક્ષિત કસ્ટમ વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે. અહીં નોંધાયેલા ખરીદદારો સિવાય કોઈ પ્રવેશ કરી શકશે નહીં.

નોંધનીય છે કે સુરત શહેરમાં કરોડો રૂપિયાની રફ વિદેશમાંથી મંગાવવામાં આવે છે. આ વખતે પહેલી વખત મધ્યપ્રદેશની ખાણમાંથી નીકળતા રફ હીરાના જથ્થાની હરાજી સીધી સુરતમાં જ થાય અને સુરતના જ ખરીદદારોને સીધો લાભ મળે તેવું આયોજન જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સીલે કર્યું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ગેરકાયદેસર દરોડા કરવાના મામલે SOGના PSI સહિત ત્રણ સસ્પેન્ડ

જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સીલના પ્રાદેશિક ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરત માટે ગર્વની ક્ષણ છે કે હીરા બુર્સ તૈયાર થવાની સાથે સુરતમાં પ્રથમ વખત હીરાની હરાજી થવા જઈ રહી છે.

જીજેપીસીએ સાથે રજિસ્ટ્રર થયેલા બાયરો આ હરાજીમાં ભાગ લઈ શકશે. આજથી ત્રણ દિવસ માટે આ બાયરો હીરા જોઈ શકશે. જેમાં અન્ય કોઇને પ્રવેશ આપવામાં નહીં આવે. હરાજીમાં સફળતા મળ્યા બાદ આગામી સમયમાં અન્ય ખાણોના હીરા કે પછી આફ્રિકા સહિતના દેશોમાંથી નીકળતા હીરાની પણ સુરતમાં હરાજી કરવામાં આવશે.

આ પણ વાંચો :  સુરત : પતિ સાથે જમવા બાબતે ઝઘડા બાદ પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત
First published: September 24, 2019, 2:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading