સુરત : હીરાના કારખાના બંધ કરાવવા ગયેલા SMC કર્મચારીને દોડાવી દોડાવી ભગાવ્યા, Video થયો Viral

સુરત : હીરાના કારખાના બંધ કરાવવા ગયેલા SMC કર્મચારીને દોડાવી દોડાવી ભગાવ્યા, Video થયો Viral
SMC કર્મચારીઓને હીરા ઉદ્યોગ બંધ કરાવવા જવું ભારે પડ્યું

SMC કર્મચારીઓને દુકાનો બંધ કરાવવા જવું ભારે પડ્યું, કોરોનાના સંક્રમણની વચ્ચે સ્થિતિ બની વિકટ

  • Share this:
સુરતમાં (Surat) જે રીતે કોરોના વાઇરસનું (Coronavirus) તેને લઈને રવિ અને સોમવારના દિવસે હીરા ઉધોગ બંધ રાખવાની જાહેરાત કરવા આવી હતી. જોકે કેટલાક વિસ્તારમાં આ હીરા ઉધોગ ચાલુ હોવાને લઈને મનપા કર્મચારી બંધ કરવા ગયા હતા જોકે આ સમયે કોરોનાકાળ હોવા છતાં ચૂંટણી ટાણે સરકારે કરેલા તાયફાનો ભોગ લોકોએ બનવું પડી રહ્યુ છે ત્યારે રત્નકલાકારો સામે ફરજીયાત બંધ કરાવા ગયેલ અમનપા કર્મચારીને લોકોએ ઘેરી લીધા હતા જેને લઈને આ કર્મચારી ને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો.

સુરતમાં સતત વધી રહેલા કોરોના લઇને અનેક સેવાઓ બંધ કરવામાં આવી છે ત્યારે સુરતના મહત્વના બે ઉધોગ કાપડ અને ડાયમંડ ઉધોગમાં સ્વૈચ્છીક બંધની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આ વચ્ચે શહેરના કતારગામ વિસ્તારમાં હીરા ઉધોગ દ્વારા બંધ ન પાળીને વેપાર શરુ રાખવામાં આવ્યો હતો. જોકે આવા કિસ્સા સામે આવતા એસએમસીની એક ટીમ નિયમ મુજબ એકમોને બંધ કરાવવા માટે ગઈ હતી ત્યારે અહીંયા એકઠા થયેલા રત્નકલાકરોએ વિરોધ નોંધાવ્યો હતો.આ પણ વાંચો :   નવસારી: પતિએ છૂટાછેડા ન આપતા પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાંખી હત્યા, ત્રણ બાળકો નોંધારા

જોકે કોરોના વાઇરસના આ લૉકડાઉનમાં તમામ લોકોને સરકાર સહાય આપી પણ રત્નકલાકરોને કોઈ સહાય આપી નહોતી. આ ઉપરાંત સરકાર તાયફા કરે અને કોરોના સંક્રમણ વધે તો ડાયમંડ ઉધોગ બંધ કરાવવાથી રત્નકલાકારોની રોજી રોટી પર અસર થાય છે. જોકે આ રોજી રોટી સરકાર આપતી નથી જેને લઈને આ રત્નકલાકારોએ વિરોધ નોંધાવી બંધ કરાવવા આવેલા માણસોને દોડાવી અને ભગાડ્યા હતા.બે દિવસ બાદ ખુલી કાપડ માર્કેટ, ટેસ્ટિંગ વધારાશે

સુરતમાં કોરોના લઈને સ્થિતિ વણસી રહી છે દોઢ મહિના પહેલા નોંધાયેલા કેસની તુલનામાં હાલમાં નોંધાઈ રહેલા કેસો નો વધારો અતિ ગંભીર સ્થિતિ સૂચવે છે. ત્યારે સરસ શહેરમાં કોરોનાનાં સુપર સ્પ્રેન્ડરને શોધવા માટે પાલિકા દ્વારા કવાયત હાથ ધરાઇ છે તો બીજી તરફ શહેરમાં કાપડ માર્કેટો કોરોનાનો હોટ બની રહી છે જેને લઇને પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આ સંક્રમણને કારણે શનિવારે અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહી હતી.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં આધેડ મહિલાની હત્યા! ભાડે રહેતા 'લાલુ'એ ખેલ્યો ખૂની ખેલ

ત્યારે બે દિવસ બંધ રહેલી કાપડ માર્કેટ આજે શરૂ થતા પાલિકા કમિશનર બચ્છાનિધિ પાણી અને પૂર્વ પાલિકા કમિશનર કે જેઓને સુરતમાં કોરોના નિયંત્રણ માટે નિમણૂક કરાઇ છે તેઓની સાથે સુરત શહેરના મેયર એ પણ કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી. કાપડ માર્કેટોમાં કોરોના સંક્રમણ વધતા પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે હાલ 17 હજાર જેટલા ટેસ્ટિંગ કરી રહ્યા છે જેને વધારીને 25 હજાર સુધી લઈ જવાશે
Published by:Jay Mishra
First published:March 22, 2021, 17:27 pm

ટૉપ ન્યૂઝ