વરાછા માનગઢ (Varacha) ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલ હીરાની ઓફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલ કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાનર કરવા માટે આપેલા રૂપિયા 1.75 લાખની કિંમતના કાચા હીરા ચોરી (Diamond Stolen) રફુચક્કર થઈ ગયો હતો. વરાછા પોલીસના જણાવ્યા મુજબ (Varacha Police ) વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના (Bhavnagar) શિહોરના વતની વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેદપરા હીરાના વ્યવસાય સાથે જાડાયેલા છે. અને વરાછા માનગઢ ચોક પાસે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં પહેલા માળે હિરાની ઓફિસ અને કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ધરાવે છે.
વિઠ્ઠલભાઈની ઓફિસમાં સાત કારીગર છે. વિઠ્લભાઈએ તેમની ઓફિસમાં સરીન પ્લાનરની જરૂર હોવાથી પ્રશાંત શર્મા નામના કારીગરે જયદિપ રમેશ ભેસારા સાથે ગત તા 19મી ડિસેમ્બરના રોડ ઓળખાણ કરાવી હતી. જયદિપે સરીન પ્લાનર હિરાની ટ્રાય આપી પોતાનું નામ અને નંબર ઓફિસમાં લખાવી ગયો હતો.
આ પણ વાંચો : સુરત : 'તારા ઘરવાળાને કહેજે કે બધું સંકેલી લે,' યુવકને કારથી કચડી નાખવાનો પ્રયાસ, ઘટનાનો Video થયો Viral
જયદિપનું કામ વિઠ્ઠલભાઈ અને તેના છોકરાને પસંદ આવતા તેની ગત તા 25મી ડિસેમ્બરથી કામ ઉપર રાખ્યો હતો અને તેને આઠ પેકેટ માંથી 31 કેરેટના હિરા સરીન પ્લાનર કરવા માટે આપ્યા હતા. દરમિયાન જયદિપ રાત્રે સાડા નેવક વાગ્યે અન્ય કારીગરને આજે મારે પહેલો દિવસથી જેથી મારી ભાઈ ટીફીન આપવા માટે નીચે આવ્યો છે જે ટીફીન લઈને આવુ હોવાનુ કહી ગયા બાદ પરત આવ્યો ન હતો.
આ પણ વાંચો : સુરત : પ્રણય ત્રિકોણમાં હત્યા! પરિણીત પ્રેમીકાને પામવા એક પ્રેમીએ બીજા પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો
જેથી આ અંગે કારીગરે વિઠ્ઠલભાઈને જાણ કરતા તેઓ ઓફિસે આવી ગયા હતા અને તેને સરીન પ્લાનર કરવા આવેલા અલગ અલગ હીરાના 8 પેકેટોમાં 722 નંગ કાચા 31 કેરેટના હિરાનો માલ પણ ઓ્ફિસમાંથી ગાયબ હતો. જે હીરાની કિંમત રૂપિયા 1,75,000 થાય છે. જયદિપના ઘરે પણ તપાસ કરતા મળી આવ્યો ન હતો. જયદીપ હીરા ચોરી કરી નાસી ગયો હોવાનુ બહાર આવતા ગઈકાલે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.