સુરત : 'પટેલીયા ભેગો બહું રહેવા લાગ્યો છે, લાગે છે હવા ભરાઈ ગઈ છે' કહીને રત્નકલાકાર પર છરીથી હુમલો

સુરત : 'પટેલીયા ભેગો બહું રહેવા લાગ્યો છે, લાગે છે હવા ભરાઈ ગઈ છે' કહીને રત્નકલાકાર પર છરીથી હુમલો
સુરત પોલીસની ફાઇલ તસવીર

મૂળ લીલીયાના વતની યુવકને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી કહ્યુ, 'આજે તો તું બચી ગયો છે પણ હવે હાથમાં આવશે તો તને જાનથી મારી નાંખીશ'

  • Share this:
મામાના ઘરે જવા માટે નિકળેલા રત્નકલાકારને (Diamond Worker) કાપોદ્રા રવીપાર્ક સોસાયટી પાસે તેના બે મિત્રોએ હુમલો કર્યો ગતો. આ શખ્સોએ યુવકને 'પટેલીયા ભેગો બહું રહેલા લાગ્યો છે તેની તને હવા ભરાઈ ગઈ છે,' કહી ગાળો આપી કમરના ભાગે છરીના બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કાપોદ્રા (Kapodra) પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા પ્રભુદર્શન સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના (Amreli) લીલીયાના વતની અભિષેક પરેશ ભાઈ મકવાણા (ઉ.વ.21) માતાવાડી સ્થિત હીરાના કારાખાનામાં હીરા મજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અભિષેક ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે ખોડીયારનગર ખાતે રહેતા તેના મામાના ઘરે જવા માટે નિકળ્યો હતો.

તે દરમિયાન રવિપાર્ક સોસાયટીના ગેટ પાસે તેના મિત્ર આકાશ દિલીપ કુવરીયા અને વિશાલ મળતા તેની સાથે વાતો કરવા ઉભો રહ્યો હતો.ત્યારે નજીકમાં જ શાકભાજીની લારી ઉપર બેસેલા તેના અન્ય મિત્ર ખુશાલ ઉર્ફે ગોલ્ડન અને જયેશ બળવંત મકવાણાએ તેને કહ્યું હતું કે 'પટેલીયા ભેગો બહુ રહેવા લાગ્યો છે. તેની તને હવા ભરાઈ ગઈ છે?' તેવું કહી ગાળો આપવા લાગ્યો હતો. જેથી અભિષેક તેના મિત્ર આકાશ સાથે ત્યાંથી ચાલતી પકડી હતી.આ પણ વાંચો : સુરત : લવરમૂછિયો રત્નકલાકાર બન્યો 'મહાચોર,' 28 લાખના તૈયાર હીરા ચોરી થઈ ગયો હતો રફૂચક્કર

પરંતુ બંને આરોપીઓ તેની પાછળ છરી લઈને દોડ્યા હતા અને ખુશાલે છરીનો હુમલો કરવા જતા અભિષેક ખસી ગયો હતો અને છરીનો ઘા જયેશ મકવાણાને જમણા પગના ભાગે વાગતા તેને ઇજા પહોîચી હતી. જેથી ખુશાલ ઉર્ફે ગોલ્ડને હાથમાં રહેલ છરી જયેશને આપી આના લીધે તને છરી વાગી છે લે આ છરી તેને માર હોવાનું કહેતા જયેશ ઉશ્કેરાયો હતો અને અભિષેકને કમરના નીચેના જમણા થાપાના ભાગમાં બે ધા મારી લોહીલુહાણ કરી બંને જણા બાઈક પર ભાગી ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : રખડતા ઢોર પકડવા આવેલી ટીમના પોલીસ જવાન પર હુમલો, પશુપાલકોને બબાલ ભારે પડી!

ભાગતા ભાગતા આરોપીઓએ અભિષેકને  'આજે તો તું બચી ગયો છે પણ હવે હાથમાં આવશે તો તને જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. પોલીસે અભિષેક મકવાણાની ફરિયાદ લઈ બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:May 08, 2021, 17:13 pm

ટૉપ ન્યૂઝ