સુરત : વરાછાના રત્નકલાકારે યુવતી સાથે લગ્નની લાલચે શરીર સંબંધ બાંધ્યો, તરછોડી દેતા દુષ્કર્મની ફરિયાદ

સુરત : વરાછાના રત્નકલાકારે યુવતી સાથે લગ્નની લાલચે શરીર સંબંધ બાંધ્યો, તરછોડી દેતા દુષ્કર્મની ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં પાંચમી ઘટના, પોલીસે રત્નકલાકારની અટક કરી તપાસ શરૂ કરી, ઇન્સ્ટાગ્રામનો પરિચય પ્રેમ-શારિરીક સંબંધ-દગો અને દુષ્કર્મમાં પરિણમ્યો

  • Share this:
સુરત : સુરત શહેરના કાપોદ્રા (Kapodra Surat) વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને ઈન્ટાગ્રામ મારફતે રત્નકલાકાર સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. રત્નકલાકારે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેણીના ઘરે માતા -પિતાની ગેરહાજરીમાં મળવા માટે જઈ શારીરીક સંબંધો બાંધ્યા બાદ લગન્ કરવાની ના પાડી તરછોડી દેતા યુવતીઍ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. જોકે, યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે યુવકે તેની સાથે યુવકે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હતો.

સુરત શહેરમાં સતત દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક ગુનો સુરત પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે. અહીંયા એક યુવતીને સોશિયલ મીડિયા દ્વારા યુવાન સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. સુર ના નાના વરાછા શક્તિવિજય સોસાયટીમાં રહેતો અને હીરા ઘસવાની મજુરી કરતો નીલેશ રમણ ભોજૈયાનો દોઢ વર્ષ પહેલા કાપોદ્રા પાણીની ટાંકી પાસે રહેતી 20 વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર પરિચય થયો હતો.આ પણ વાંચો :   પાવીજેતપુર : બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ આશાસ્પદ યુવકના કમકમાટીભર્યા મોત

ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નીલેશ અવાર નવાર યુવતીને તેના માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે મળવા માટે જતો હતો. અને યુવતીને તેની સાથે લગન્ કરવાની લાલચ આપી તેણીની સાથે બળજબરીથી શારીરીક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ  તેની સાથે લગ્ન્ કરવાની ના પાડી દીધી હતી. યુવતીના ઘરે જાણ થઈ જતા તેઓ ત્યાંથી ઘર ખાલી કરીને અમરોલી વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા.

જોકે યુવતીના પરિવારે યુવતી સપોર્ચ કરતા યુવતીએ બનાવ અંગે ફરિયાદ નોધાવતા કાપોદ્રા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી આરોપી નીલેશ ભોજૈયાને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  સુરત : અડાજણના વેપારીના આપઘાતનો મામલો, પત્નીનાં ચારિત્ર્યની આશંકામાં દંપતી વચ્ચે ઝઘડા થતા હતા

સુરત આવી સતત ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ છે. જોકે છેલ્લા એક અઠવાડિયામાં સુરતમાં આ પાંચમી ઘટના સામે આવી છે ત્યારે પાંચેય ઘટના પોલીસે આરોપી પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારે આવી ઘટના સુરત પોલીસ માટે ખાસ ચુનોતી બની છે તેવામાં આવી ઘટના અટકવામાં પોલીસ હવે પછી કેવા પગલાં લેછે તે જોવાનું રહ્યું.
Published by:Jay Mishra
First published:December 15, 2020, 17:51 pm

ટૉપ ન્યૂઝ