સુરત : રત્નકલાકારો પર coronaનો કહેર! માલિકોએ પગાર વગર છૂટા કર્યા હોવાની ફરિયાદ


Updated: March 28, 2020, 9:50 PM IST
સુરત : રત્નકલાકારો પર coronaનો કહેર! માલિકોએ પગાર વગર છૂટા કર્યા હોવાની ફરિયાદ
કોરોના વાયરસના કારણે સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે તેની ગંભીર અસર હીરા ઉધોગમાં કામ કરતા રત્ન કલાકારો ઉપર પડી છે.

કોરોના વાયરસના કારણે સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે તેની ગંભીર અસર હીરા ઉધોગમાં કામ કરતા રત્ન કલાકારો ઉપર પડી છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરાઈ તેની સાથે નોકરીયાત, મજૂરોનો વેતન નહીં કાપવાની તથા ખર્ચીના એડવાન્સ આપવા અંગે તાકીદ કરી હતી, જેનું પાલન શહેરના હીરાના કારખાનેદારોએ નહીં કર્યું હોવાની વિગતો સાંપડી છે. વીતેલા ત્રણ દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને એક હજાર રત્નકલાકારોએ પગાર નહીં મળ્યો હોવાની ફરિયાદ કરી છે, જેના પગલે યુનિયન દ્વારા ગરીબ રત્નકલાકારોને સરકાર મદદ કરે તેવી માંગણી ઉઠાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના કારણે સરકારે જે લોકડાઉન જાહેર કર્યું છે તેની ગંભીર અસર હીરા ઉધોગમાં કામ કરતા રત્ન કલાકારો ઉપર પડી છે. છેલ્લા ત્રણ દિવસમા અંદાજે એક હજાર એવી ફરિયાદો મળી છે કે, કારખાનેદારોએ વેકેશન તો જાહેર કર્યું પરંતુ મોટા ભાગના કારખાનાઓમાં રત્ન કલાકારો ને પગાર આપવામાં આવ્યો નથી અમુક મોટી કંપનીઓએ પણ રત્ન કલાકારોને પગાર આપ્યો નથી એ રત્ન કલાકારો ભારે આર્થિકતંગીનો સામનો કરી રહ્યા છે. વેકેશનના કારણે રત્ન કલાકારો દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે.

ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રણમલ જીલરીયાએ કહ્યું કે, જે રત્નકલાકારોએ અમને ફરિયાદ કરી તેમને તો અમે પગાર અથવા ઉપાડની વ્યવસ્થા કરાવી આપી છે. વળી, કારખાનામાં જ રહીને કામ કરતા રત્ન કલાકારોને લોકડાઉનના લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે, હોટલ બંધ હોવાના કારણે તેમને ભોજનની ખૂબ તકલીફ પડી રહી છે. ત્યારે સુરતની સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કારખાનામાં રહેતા રત્નકલાકારોને ફૂડપેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો પહેલાથી જ બેરોજગારી અને આર્થિકતંગીનો સામનો કરી રહ્યા હતાં. એ બાબતે સરકારને રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી કોઈ જ મદદ રત્ન કલાકારોને કરવામાં આવી નહોતી, ત્યારે હવે કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ ત્યારે રત્ન કલાકારો ને સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે અને એક મહિનાનો વેકેશન પગાર આપે એવી અમારી માંગણી છે.
First published: March 28, 2020, 9:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading